રાકેશ શર્માની બાયોપિક પર બનનારી ફિલ્મને લઈને આમિરે શાહરૂખ વિશે કર્યો મોટો ખુલાસો
બોલિવુડ એક્ટર આમિર ખાને રવિવારે જણાવ્યું કે, અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા પર બનનારી બાયોપિક માટે તેણે શાહરૂખનું નામ સૂચવ્યું છે. કારણ કે, તેમનુ માનવું હતું કે, આ રોલ માટે તે જ સૌથી સારો ઓપ્શન છે. શર્મા પર બનનારી ફિલ્મ પહેલા આમિર ખાન અને પ્રિયંકા ચોપરાને ઓફર કરાઈ હતી. પ્રિયંકાએ જ આ ફિલ્મ માટે આમિરનું નામ સૂચવ્યું છે. આ પ્રોજેક્ટને છોડવાના કારણ વિશે પૂછવામાં આવતા આમિરે કહ્યું કે, તેમની પાસે આ માટે પોતાનું અન્ય કારણ છે.
મુંબઈ : બોલિવુડ એક્ટર આમિર ખાને રવિવારે જણાવ્યું કે, અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા પર બનનારી બાયોપિક માટે તેણે શાહરૂખનું નામ સૂચવ્યું છે. કારણ કે, તેમનુ માનવું હતું કે, આ રોલ માટે તે જ સૌથી સારો ઓપ્શન છે. શર્મા પર બનનારી ફિલ્મ પહેલા આમિર ખાન અને પ્રિયંકા ચોપરાને ઓફર કરાઈ હતી. પ્રિયંકાએ જ આ ફિલ્મ માટે આમિરનું નામ સૂચવ્યું છે. આ પ્રોજેક્ટને છોડવાના કારણ વિશે પૂછવામાં આવતા આમિરે કહ્યું કે, તેમની પાસે આ માટે પોતાનું અન્ય કારણ છે.
આમિરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેની કહાની શાનદાર છે. મને તે પસંદ આવી અને શર્માની કહાની આકર્ષક છે. હા સાચું છે કે, મેં શાહરૂખને ફોન કર્યો હતો. મેં તેને કહ્યું કે, શાહરૂખ તારે આ સ્ટોરી સાંભળવી જોઈએ. તે શાનદાર છે. જો તમે તને પસંદ કરશો, તો તમારા માટે સારું રહેશે. આમિરે આગળ કહ્યું કે, મને ખુશી થઈ કે, શાહરૂખે આ સ્ટોરી સાંભળીને આ ફિલ્મ કરવા માટે હા પાડી.
અંજુમ રાજાબાલીની આ સ્ટોરીને મહેશ મથાઈ નિર્દેશિત કરી રહ્યાં છે. ફિલ્મનું નામ સંભવત ‘સારે જહા સે અચ્છા’ હશે. તેનું પ્રોડક્શન સિદ્ધાર્થી રાય કપૂર અને રોની સ્ક્રુવાલા કરી રહ્યાં છે. જાણવા મળ્યું છેકે, શાહરૂખની સાથે ભૂમિ પેંડનેકરને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવશે. ભૂમિએ આ પહેલા દમ લગા કે હઈશા, ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મો કરી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે તે હવે તેની આગામી ફિલ્મ ‘સોનચિરૈયા’માં જોવા મળશે.
સ્ક્રુવાલાએ હાલમાં જ કહ્યું કે, રાય કપૂર ફિલ્મસ અને આરએસવીપી ફિલ્મસના બેનર નીચે બનનારી આ ફિલ્મના કલાકારોની અધિકારીક માહિતી જલ્દી જ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતા બાયોપિક પર આગામી વર્ષે કામ કરવાનું શરૂ કરશે.