નવી દિલ્હી: મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા બોલીવુડ સુપરસ્ટાર (Aamir Khan) આજે કોઇ પરિચયના મોહતાઝ નથી. પરંતુ હંમેશા એવું હોતું નથી. તેમણે પણ એક નાના કલાકાત તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જેને તે સમયે ખૂબ ઓછા લોકો જાણતા હતા. સોશિયલ મીડિયા પર પર એક વીડિયોમાં તમે સ્પષ્ટ આમિર ખાન (Aamir Khan) ને રોડ પર ફરી ફરીને ઓટો રિક્શા પર પોતાની ફિલ્મોના પોસ્ટર લગાવતા જોઇ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે થઇ હતી કેરિયરની શરૂઆત
આમિર (Aamir Khan) એ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી વર્ષ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ 'યાદો કી બારાત' (Yaadon Ki Baaraat) થી. ત્યારબાદ તે ફિલ્મ મદહોશ અને હોલીમાં જોવા મળ્યા હતા. પરંતુ ખરેખર આમિર ખાન (Aamir Khan) ને મોટો બ્રેક મળ્યો હતો 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ 'કયામત સે કયામત તક' (Qayamat Se Qayamat Tak) દ્વારા. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં  હતા અને જૂહી ચાવલા (Juhi Chawla)ને ફીમેલ લીડ રોલ પ્લે કરવાનો હતો. 

VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube