આ કારણથી આમિર ખાન ડ્રીમ પ્રોજેક્ટ `મહાભારત`થી ખેંચી લેશે પોતાનો હાથ!
આ ફિલ્મની ઘોષણા સાથે જ આમિર ખાનના કૃષ્ણના પાત્ર ભજવવા મામલે વિવાદ ઉભો થઈ ગયો હતો
નવી દિલ્હી : આમિર ખાન તો હાલમાં પોતાની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં સમાચાર આવ્યા હતા કે આમિર ખાન હવે 'મહાભારત'માં કામ કરવાનો છે.જોકે આ સમાચાર આ્વ્યા પછી વિવાદ ઉભો થતા આમિર હવે પોતાના આ નિર્ણય વિશે બીજીવાર વિચારે એવા સંજોગો ઉભા થયા છે. બોલિવૂડ હંગામાના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે હાલમાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીના 'પદ્માવત'ની જે હાલત થઈ તેનાથી આમિર ખાન આ મુદ્દે ફરીથી વિચારણા કરવા લાગ્યો છે. તે નથી ઇચ્છતો 'મહાભારત' સાથે આવો કોઈ વિવાદ થાય. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમિર ખાન આ ફિલ્મ કરવાના ફાયદા અને નુકસાન વિશે નવેસરથી વિચારણા કરી રહ્યો છે.
રાજકોટમાં મહિલાએ સાતમા માળથી માર્યો મોતનો કુદકો, એક જ સેકન્ડમાં ગયો જીવ
હકીકતમાં આ ફિલ્મની જાહેરાત સાથે જ આમિર ખાનના કૃષ્ણ બનવા વિશે વિવાદ થવા લાગ્યો. હાલમાં જ ફિલ્મ 'પદ્મવાત'નો આખા દેશમાં રાજપુતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજપુતોનો દાવો હતો કે આ ફિલ્મ રાણી પદ્મિનીના સન્માનને ઠેસ પહોંચાડે છે.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાની એક ટ્વીટમાં માહિતી આપી હતી કે આમિર ખાન સ્ટારર 'મહાભારત'ને દેશના સૌથી મોટા બિઝનેસ ટાઇકુન આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણી પ્રોડ્યુસ કરવાના છે. આ ફિ્લ્મ 1000 કરોડ રૂ. કરતા વધારે બજેટની હશે. આ મોટા બજેટના કારણે એને ભારતીય સિનેમાની સૌથી મોટા બજેટની ફિલ્મ ગણવામાં આવે છે. જોકે આ ફિલ્મ સાથે આમિર ખાનનું નામ જોડાતા લોકો એને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.