આ સુંદર અભિનેત્રી સાથે ડેબ્યૂ કરવાનો છે Aamir Khan નો પુત્ર Junaid khan!
ગત થોડા સમયથી લોકોને બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ના બાળકોના ડેબ્યૂના સમાચારની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ પુત્ર જુનૈદ ખાન (Junaid Khan)પણ ગત કેટલાક વર્ષોથી થિયેટર પ્લે કરી રહ્યો છે.
નવી દિલ્હી: ગત થોડા સમયથી લોકોને બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ના બાળકોના ડેબ્યૂના સમાચારની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ પુત્ર જુનૈદ ખાન (Junaid Khan)પણ ગત કેટલાક વર્ષોથી થિયેટર પ્લે કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે જુનૈદ આગામી વર્ષમાં બોલીવુડ ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. સમાચારનું માનીએ તો જુનૈદ સાઉથની સુપરહિટ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની અભિનેત્રી શાલિની પાંડે (Shalini Pandey) ના અપોઝિટ જોવા મળશે.
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન (Aamir Khan)ના પુત્ર જુનૈદ ખાન (Junaid Khan)પણ ગત સમયથી પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે અને પરંતુ હવે સમાચાર છે કે તે પોતાના પિતાના બેનર હેઠળ નહી પરંતુ યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ આવનાર એક ફિલ્મ વડે ડેબ્યૂ કરવાના છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમના ઓપોઝિટ શાલિની પાંડે (Shalini Pandey) ને સાઇન કરી લેવામાં આવી છે.
2020માં પ્રેગ્નેન્ટ અભિનેત્રીઓનો આવો છે ફેશન ફંડા, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુક
જોકે શાલિની પાંડે આ પહેલાં જ બોલીવુડ ડેબ્યૂ ને લઇને ચર્ચામાં રહી ચૂકી છે. તે જલદી જ રણવીર સિંહના ઓપોઝિટ ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'માં જોવા મળશે. સમાચારોનું માનીએ તો કહેવામાં આવી રહ્યું છે કે શાલિનીએ યશરાજ ફિલ્મ્સ સાથે 3 ફિલ્મોનો કોન્ટ્રાક્ટ સાઇન કરી ચૂકી છે. એટલા માટે જ્યારે જુનૈદની ફિલ્મ રિલીઝ થશે તો તે તેમની બીજી બોલીવુડ ફિલ્મ હશે.
તમને જણાવી દઇએ કે હાલમાં લોકોએ યશરાજ બેનરની બે ફિલ્મોનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. 'બંટી ઔર બબલી 2' જેમાં સૈફ અલી ખાન અને રાની મુખર્જી ઉપરાંત શરવારી વાઘ અને સિદ્ધાંત ચર્તુવેદી પણ છે. આ ફિલ્મથી શરવારી વાઘ ડેબ્યૂ કરવાની છે. તો બીજી ફિલ્મ છે રણવીર સિંહ અને શાલિની પાંડેની 'જયેશભાઇ જોરદાર'.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube