2020માં પ્રેગ્નેન્ટ અભિનેત્રીઓનો આવો છે ફેશન ફંડા, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુક

મોટાભાગે સગર્ભાઓને બહાર જતી વખતે વિવિધ ફંક્શનમાં કેવા કપડા પહેરવા તેવા પ્રશ્નો સતાવતા હોય છે. જેથી મહિલાઓ મોટે ભાગે ડ્રેસ અને ગાઉનમાં જ તમામ ફંક્શનમાં જતી હોય છે. પરંતુ દરેક ફંક્શન પ્રમાણેના કપડાં આ અભિનેત્રીઓએ પહેરી તમામ મહિલાઓના પ્રશ્નો પર પુર્ણવિરામ તો ચોક્કસથી મુકી દીધું હશે.

Updated By: Dec 10, 2020, 03:09 PM IST
2020માં પ્રેગ્નેન્ટ અભિનેત્રીઓનો આવો છે ફેશન ફંડા, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુક

મુંબઇ: આ વર્ષે કોરોના હોવા છતાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં કોઈ કમી જોવા નથી મળી. તેમાં પણ ખાસ સગર્ભા માટે અભિનેત્રીઓએ ઉદાહરણ પુરુ પાડ્યું. આ વર્ષે અભિનેત્રી અનુષ્કા શર્મા, કરીના કપુર અને અનિતા હસનંદાની માતા બનાવા જઈ રહી છે. તેવી જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી.અને તેમણે આ મધરહુડની મજા માણતી હોય તેવા કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા. સાથે જ ફેશનમાં પણ આ અભિનેત્રીઓએ સહેજ પણ બાંધછોડ નથી કરી અને નવા સ્ટાઈલ સ્ટેટમેન્ટનું ઉદાહરણ લોકો માટે પૂરુ પાડ્યું છે. આ અભિનેત્રીઓએ સોશિયલ એકાઉન્ટ્સ પર તેમના વેસ્ટર્ન લુકથી લઈ ટ્રેડિશનલ લુકના તમામ ફોટો શેર કર્યા છે. 

કરીના કપુર ખાન
કરીના કપુર ખાન તેના ફેશન માટે ખુબ જાણીતી છે. અને પ્રેગ્નેન્સીમાં તો કરીના કપુર ખાને ફેશનમાં કોઈ કમી બાકી રાખી નથી. ડ્રેસ હોય કે વેસ્ટર્ન લુક હોય કરીના કપુર તમામ લુકમાં નીખરી રહી છે.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માનું પોલકા ડોટ્સની ડિઝાઈનનું વન પીસ તો મહિલાઓએ ખુબ પસંદ કર્યું છે. વેસ્ટર્ન લુકમાં જમ્પસુટ હોય કે શોર્ટ વન પીસ હોય, અનુષ્કા શર્માના તમામ ડ્રેસ ફેશન સ્ટેટમેન્ટ બની ગયા છે. મહિલાઓને અભિનેત્રીના તમામ લુક ખુબ પસંદ પડી રહ્યા છે.

અનિતા હસનંદાની 
અનિતા હસનંદાની તમામ લુકમાં ગ્રેસફુલ લાગી રહી છે. તેણે વેસ્ટર્ન લુકમાં કફ્તાન, ગાઉન, પાર્ટીવેર વન પીસ, શોર્ટસમાં પોતોના ફોટો શેર કર્યા છે. પ્રેગ્નેન્સીમાં પણ ફેશનેબલ રહી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અભિનેત્રીએ આપ્યું છે. જોકે વિવિધ સ્ટાઈલના ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ખુબ સુંદર લાગી રહી છે અભિનેત્રીઓ. 

મોટાભાગે સગર્ભાઓને બહાર જતી વખતે વિવિધ ફંક્શનમાં કેવા કપડા પહેરવા તેવા પ્રશ્નો સતાવતા હોય છે. જેથી મહિલાઓ મોટે ભાગે ડ્રેસ અને ગાઉનમાં જ તમામ ફંક્શનમાં જતી હોય છે. પરંતુ દરેક ફંક્શન પ્રમાણેના કપડાં આ અભિનેત્રીઓએ પહેરી તમામ મહિલાઓના પ્રશ્નો પર પુર્ણવિરામ તો ચોક્કસથી મુકી દીધું હશે.

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube