નવી દિલ્હી: સલમાન ખાનની ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'લવરાત્રિ'ના નિર્માતા આ ફિલ્મનું સુંદર ગીત 14 ઓગસ્ટના રોજ વડોદરામાં લોંચ કરશે. 'ચૌગાદા તારા' બોલની સાથે આ ગીત ફિલ્મનું આઇકોનિક ગીત ગણવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનના બનેવી આયુષ શર્મા સુશ્રુતનું પાત્ર ભજવી રહ્યા છે. આ પાત્ર વડોદરા સાથે સંકળાયેલ છે. તો બીજી તરફ 'ચૌગાદા તારા' એક ગુજરાતી લોકગીત છે જેને 'લવરાત્રી'ના નિર્માતાઓએ આ ફિલ્મમાં પ્રયોગ કર્યો છે. આ ફિલ્મમાં ઘણા સીન વડોદરામાં શૂટ કરવામાં આવ્યા છે. તેના લીધે ફિલ્મ નિર્માતાઓએ આ ગીતને વડોદરામાં રિલીજ કરવાનું યોગ્ય સમજ્યું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મનો વડોદરા સાથે છે ગાઢ સંબંધ
આ ફિલ્મના મુખ્ય કલાકાર જ વડોદરા સાથે જોડાયેલ નથી. આ આખી ફિલ્મમાં ગુજરાત કનેક્શન છે. આ ફિલ્મની કહાણી એક લવસ્ટોરી છે જે આયુશ અને વરીના હુસૈન પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મની મોટાભાગની કહાની નવરાત્રિની આસપાસ ફરે છે. ફિલ્મના રિલીઝ કરવામાં આવતા ગીતની કોરિયોગ્રાફી વૈભવી મર્ચેંટે કરી છે અને ગીતને કંપોઝ લીઝો જોર્જ અને ડીજે ચીતાએ કર્યું છે. લવરાત્રિની કહાણી નરેન ભટ્ટે લખી છે. ફિલ્મનું નિર્દેશન અભિરાજ મીનાવાલાએ કર્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર આયુષ શર્માના બનેવી સલમાન ખાન જ છે. આ ફિલ્મ સલમાન ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ 5 ઓક્ટોબરના રોજ રિલીજ થવાની છે. 


લવરાત્રિમાં જોવા નહી મળે સલમાન
લવરાત્રિ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર 'લવરાત્રિ' ફિલ્મમાં અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ ગેસ્ટ અપેરિયેંસમાં જોવા મળી શકે છે. પરંતુ સલમાન આ ફિલ્મમાં જોવા નહી મળે. સૂત્રોના અનુસાર સલમાન ખાન ઇચ્છતા નથી કે મુખ્ય કલાકાર આયુષ અને વરીના હુસૈન પરથી લોકોનું ધ્યાન ભટકે. બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાના બનેવી આયુષ શર્મા અને વરીના હુસૈનની ફિલ્મ 'લવરાત્રિ'ના ટેલરની રિલીઝ અવસરે પણ હાજર રહ્યા હતા. આયુષ શર્મા અને વરીના હુસૈન આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર ધૂમધામથી 10 શહેરોમાં એકસાથે લોંચ કરવામાં આવ્યું હતું. મધ્ય મુંબઇના એક મલ્ટીપ્લેક્સમાં ટ્રેલર લોંચના અવસર પર સલમાન ખાન, આયુષ શર્મા, વરીના હુસૈન, ફિલ્મના નિર્દેશક અભિરાજ મીનાવાલ તથા સલમાન ખાનની બહેન તથા ફિલ્મના હીરો આયુષ શર્માની પત્નિ અર્પિતા ખાન શર્મા પોતાના પુત્ર આહિલ સાથે હાજર રહી. આ અવસર પર સોહેલ ખાન પણ હાજર રહ્યા. આ ફિલ્મ 05 ઓક્ટોબરના રોજ રિલીજ થવાની છે.