ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ ફિલ્મ એક્ટર અભિનવ કશ્યપ (Abhinav Kashyap) સુપરસ્ટારે સલમાન ખાન અને તેના પરિવાર પર એક બાદ એક ગંભીર આરોપ લગાવી રહ્યાં છે. અભિનવ આ તમામ આરોપ એવા સમયે લગાવી રહ્યાં છે જ્યારે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વંશવાદની વાતો ફરીથી શરૂ કરી દીધી છે. અભિનવે પોતાના ફેસબુક પોસ્ટના માધ્યમથી આ વખતે સલમાન ખાનના પિતાને ટાર્ગેટ કર્યાં છે અને તના પર ગંભીર આરોપ લગાવ્યાં છે.  


કોરોના દર્દીનું મોત થતા અમદાવાદની પ્રખ્યાત રાજસ્થાન હોસ્પિટલને AMCએ મોકલી નોટિસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનવ કશ્યપે સલીમ ખાન પર એક ગંભીર આરોપ લગાવતા પોતાના ફેસબુક પોસ્ટ પર લખ્યું કે, જનાબ સલીમ ખાનનો સૌથી મોટો આઈડિયા છે બીઈંગ હ્યુમન (Being Human). બીઈંગ હ્યુમન બીઈંગ હ્યુમનની ચેરિટી માત્ર દેખાવો છે. દબંગની શુટિંગ દરમિયાન મારી આંખ સામે 5 સાઈકલ ડિસ્ટ્રીબ્યૂટ થતી હતી, અને આગલા દિવસે અખબારોમાં છપાતું હતું કે, દાનવીર સલમાન ખાને 500 સાઈકલ ગરીબોમાં વહેંચી. તમામ પ્રયાસો સલમાન ખાનની, ગુંડા મવાલીવાળી છબી સુધારવા માટે હતી, જેથી તમામ ક્રિમીનલ કોર્ટ કેસિસમાં મીડિયા અને જજ તેમના પર થોડી નરમાશ બતાવે.


coronaupdates : ભાવનગરમાં નવા 6 કેસનો ઉમેરો, ભરૂચમાં પતિ બાદ પત્ની અને બે બાળકોને પણ કોરોના


તેઓએ આગળ લખ્યું કે, બીઈંગ હ્યુમન આજે 500 રૂપિયાની જિન્સ 5000માં વેચે છે અને ખબર નથી કે કેટકેટલી રીતથી ચેરિટીના નામે મની લોન્ડરીંગ ચાલી રહી છે. ભોળા નાગરિકોના આંખમાં ધૂળ ઉડાવવામાં આવે છે. તેમના ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યાં છે. ખાન પરિવારનો હેતુ લોકોની મદદ કરવાનો નથી, પરંતુ માત્ર રૂપિયા લેવાનો જ છે. સરકારે જોવું જોઈએ કે, બીઈંગ હ્યુમનની તપાસ થાય. હુ આ મામલે સરકારની સહાય કરીશ.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર