મુંબઈ : દેશના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં આનંદ પીરામલ સાથેના લગ્નમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન  મહેમાનોને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું જેને અભિષેક બચ્ચને ‘સજ્જન ઘોટ’ નામની એક પરંપરા ગણાવી છે. ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરુખ ખાન અને આમિર ખાને પણ મહેમાનોને ભોજન પીરસ્યું હતું. આ ભોજન પીરસવાના વિડિયોને જોઈને લોકો પણ અનેક સવાલો કરી રહ્યા છે કે તેઓ શું કામ ભોજન પીરસી રહ્યા હતા. લોકોના સવાલોના જવાબ આપતાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે આ એક ‘સજ્જન ઘોટ’ નામની પ્રથા છે જેમાં છોકરીના પરિવારવાળા છોકરાના કુટુંબીઓને જમવાનું પીરસે છે.


સારાનો સપાટો, કબજે કરી ભલભલી હિરોઇનો જેમાં કામ કરવા તરસે એવી ફિલ્મ


આ લગ્નમાં નીક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમજ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જેવા નવપરિણીતો પણ શામેલ થયા હતા. આ સિવાય સમગ્ર બચ્ચનપરિવાર, મમતા બેનરજી, ડો. સુભાષ ચંદ્રા, શરદ પવાર, રાજનાથ સિંહ, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રવિના ટંડન તેમજ સચિન તેન્ડુલકર જેવી સેલિબ્રિટી પણ લગ્નમાં હાજર રહી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...