મોડલ તાન્યાના વોટ્સએપ મેસેજમાંથી મળ્યો મોટો સુરાગ, ગુજરાત પોલીસ મોતના રહસ્ય પરથી ઉઠાવશે પડદો
Model tanya singh Case: સુરતના પોશ વિસ્તારમાં રહેતી 28 વર્ષની મોડલ તાન્યા સિંહની આત્મહત્યાનો ભેદ ઉકેલવા વેસુ પોલીસે હવે ટેકનિકલ તપાસ આરંભી છે. પોલીસને આપેલા નિવેદનમાં પરિવારે એ વાતનો ઈન્કાર કર્યો છે કે તાન્યા સિંહ ડિપ્રેશનથી પીડિત છે. પોલીસ આ કેસમાં એક ક્રિકેટરની પૂછપરછ કરી શકે છે.
Tanya singh Case: ગુજરાતના સુરતની 28 વર્ષની ઉભરતી મોડલ તાન્યા સિંહની (Model Tanya Singh) આત્મહત્યાએ દરેકને વિચારતા કરી મૂક્યા છે. મોડી રાત્રે ઘરે પરત ફર્યા બાદ પોલીસ તાન્યા સિંહે શા માટે આત્મહત્યા કરી? તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે નવા નવા નિવેદનો સામે આવી રહ્યાં છે. પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે તાન્યાએ હૈદરાબાદ સનરાઇઝર્સના ક્રિકેટર અભિષેક શર્માને વોટ્સએપ દ્વારા મેસેજ કર્યો હતો. ક્રિકેટરે તેનો જવાબ આપ્યો ન હતો, જ્યારે બીજી તરફ તાન્યાના પરિવારે પોલીસને આપેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેમની પુત્રી ડિપ્રેશનમાં ન હતી. પોલીસે હજુ સુધી ક્રિકેટરને પૂછપરછ માટે નોટિસ મોકલી નથી. પોલીસને તાન્યાના મોબાઈલમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. જે તસવીરો સાફ કરે છે કે ક્રિકેટર અભિષેક શર્મા (abhishek sharma) સાથે તાન્યાના ખૂબ જ અંગત સંબંધો હતા.
ગુજરાતની 8,030 ગ્રામ પંચાયતોમાં આંગળીની ટેરવે થશે કામ, મોદીએ એવું કર્યું કે હવે...
પોલીસે કોલ ડિટેઈલ મેળવી
મોડલ તાન્યા (Model Tanya Singh) કેસની તપાસમાં પોલીસે સીડીઆર વિગતો કઢાવી છે. જે લોકોને તાન્યાએ છેલ્લી વાર વાતચીત કરી છે તેમને બોલાવીને પૂછપરછ કરી શકે છે. પોલીસ હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી પરંતુ કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો ફોનમાંથી મળી છે. મોબાઈલમાં કેટલાક ફોટોગ્રાફ મળી આવ્યા છે. પોલીસ આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. કેટલીક વધુ વિગતો પોલીસ એકઠી કરી રહી છે એ બાદ મોટા ખુલાસા થવાની સંભાવના છે. જ્યારે બીજી તરફ તાન્યાના પરિવારે ડિપ્રેશનની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
આ આગાહીથી ગુજરાત થથરી જશે? સંકટ બનીને આવેલા કમોસમી વરસાદ વચ્ચે ફરી એક મોટી આગાહી
પોલીસ ટેકનિકલ તપાસમાં વ્યસ્ત
સુરતના અત્યંત પોશ વિસ્તાર વેસુમાં રહેતી તાન્યા સિંહે રવિવારે મોડી રાત્રે પરત ફર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાનો ખુલાસો થયો હતો જ્યારે મોડલના પિતા ભંવર સિંહ સવારે તેમની પુત્રીને જગાડવા ગયા ત્યારે તેમની પુત્રીની લાશ રૂમમાં લટકતી મળી આવી હતી. 28 વર્ષની મોડલ અને ફેશન ડિઝાઇનર, જે તેના માતા-પિતા સાથે રહેતી હતી. તાન્યાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી ફેન ફોલોઈંગ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં કોઈ તારણો સામે આવ્યા નથી, પરંતુ ક્રિકેટર અભિષેક શર્મા સાથે મિત્રતાના સંકેત મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તાન્યાના ફોનમાંથી મળેલા ફોટા, કોલ ડિટેઈલ રિપોર્ટ (સીડીઆર), આઈપી ડિટેલ રેકોર્ડ (આઈપીડીઆર) ડેટાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં લોકસભાની 3 બેઠકો પર કોંગ્રેસ કરતાં આપનો દબદબો, બંનેને છે ભાજપનો ફફડાટ
અભિષેક શર્માએ ક્યારે કરી વાત?
પોલીસે તાન્યાના પરિવાર અને ક્રિકેટર અભિષેક શર્માની પણ પૂછપરછ કરી છે. પોલીસ શોધી રહી છે કે બંને વચ્ચેની વાતચીત ક્યારે બંધ થઈ હતી? તપાસમાં જાણવા મળ્યું છે કે તાન્યા ઘણા સમયથી અભિષેકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે તાન્યાએ ગળાફાંસો ખાધો ત્યારે મોડલે ઇયરફોન પહેર્યા હતા. પોલીસ આત્મહત્યાનો સમય અને છેલ્લા કોલનો સમય પણ મેચ કરી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કોલ ડિટેલના આધારે તપાસ ચાલી રહી છે. આપઘાતનું કારણ ટૂંક સમયમાં બહાર આવશે.જોકે, આ કેસ હાલમાં ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે.
'I.N.D.I.A. ગઠબંધનનું કામ મોદીને ગાળો દેવાનુ, હારના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભામાં..'