Gujarat Riots : ગોધરા હત્યાકાંડ બાદ સળગેલા ગુજરાત રમખાણોને યાદ કરીને આજે પણ ગુજરાતીઓના શરીરમાંથી લખલખુ પસાર થઈ જાય છે. આ હત્યાકાંડ એટલો ભયાનક હતો કે, આજે પણ લોકો ભૂલ્યા નથી. તેના બાદ ફાટી નીકળેલા રમખાણોએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યા હતા. આ ઘટનાઓ પર અત્યાર સુધી અનેક ડોક્યુમેન્ટરી બની છે. પરંતુ હવે 22 વર્ષ બાદ તેના પર ફિલ્મ બની છે. એક્સિડન્ટ ઓર કોન્સ્પરન્સી ગોધરા ફિલ્મનું ટીચર આજે રિલીઝ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પણ 2002 નું વર્ષ લોકો ભૂલ્યા નથી. ગુજરાતની આ દુખદ ઘટનાના પીડિતોની કહાનીને મોટા પડદા પર 1 માર્ચ, 2024 ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રણબીર શૌરી, પંકજ જોશી જેવા પ્રતિભાશાળી કલાકાર છે. એક્સિડન્ટ ઓર કોન્સ્પરન્સી ગોધરા ફિલ્મ પીડિતોની કોર્ટમાં લડાઈને બતાવે છે. 


અમદાવાદીઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો : છેક અહી સુધી લાંબો કરાશે સાબરમતી રિવરફ્રન્ટ


ફિલ્મમાં રણવીર શૌરીએ એક વકીલનું પાત્ર ભજવ્યું છે. જે ગોધરા ટ્રેન અગ્નિકાંડના પીડિતો તરફથી લડતા બતાવાયા છે. ફિલ્મને એમકે શિવાક્ષે ડાયરેક્ટર કરી છે. ફિલ્મની કહાની વર્ષ 2002 27 ફેબ્રુઆરીના રોજની છે, જેમાં ગોધરાથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવાઈ હતી, અને 59 લોકોના મોત નિપજ્યા હતા. આ દર્દનાક ઘટનાને ગુજરાત રમખાણો તરીકે ઓળખાય છે. 


અમેરિકાએ વિઝા ફીમાં તોતિંગ વધારો કર્યો, હવે ભારતીયોને આટલા ડોલર વધુ ચૂકવવા પડશે