US visa fee hike : અમેરિકાએ વિઝા ફીમાં તોતિંગ વધારો કર્યો, હવે ભારતીયોને આટલા ડોલર વધુ ચૂકવવા પડશે
US hikes H-1B visa fees by 2050% : યુએસએ H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં જે વધારો કર્યો છે તે 2050% સુધીનો છે. નેટીઝન્સ તેને કાનૂની ઇમિગ્રેશન પર હુમલો ગણાવી રહ્યાં છે. તેની કેટલાક પરિવારો, રોકાણકારો, વિઝા અરજદારો અને નોકરીદાતાઓ પર મોટી અસર પડશે
Trending Photos
America Visa : અમેરિકાએ બહારથી આવતા નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ વિવિધ પ્રકારની વિઝની ફીમાં તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારે 10-20 ટકાનો નહિ, પરંતું સીધો 2050 ટકા સુધીનો છે. અમેરિકાએ H-1B, L1 અને EB-5 સહિત કેટલીક નોન-ઈમિગ્રન્ટ કેટેગરીના વિઝા માટેની ફીમાં તોતિંગ વધારાની જાહેરાત કરી છે. આ ફી વધારો 1 એપ્રિલથી અમલમાં આવશે. યુએસએ H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં જે વધારો કર્યો છે તે 2050% સુધીનો છે. નેટીઝન્સ તેને કાનૂની ઇમિગ્રેશન પર હુમલો ગણાવી રહ્યાં છે. તેની કેટલાક પરિવારો, રોકાણકારો, વિઝા અરજદારો અને નોકરીદાતાઓ પર મોટી અસર પડશે.
કેટલી ફી વધારે થશે
- H-1B વિઝા માટે રજિસ્ટ્રેશન ફી હાલમાં 10 ડોલર છે. પરંતુ તેના માટે હવે 1 એપ્રિલ 2024થી 215 ડોલર ચૂકવવા પડશે.
- L-1B વિઝાની રજિસ્ટ્રેશન ફી 460 ડોલરથી વધારીને 1385 ડોલર કરવામાં આવી છે.
- EB-5 વિઝાની રજિસ્ટ્રેશન ફી 3675 ડોલરથી વધારીને 11,160 ડોલર કરવામાં આવી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) એ વિઝા અરજીઓ અને નોંધણી ફી માટે તેના સુધારેલા દરોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા બુધવાર, 31 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલા એક નિવેદનમાં દરોમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં 2050% જેટલો વધારો કરવામાં આવ્યો છે. USCIS અને DHS દ્વારા જાહેર કરાયેલ ઇમિગ્રેશન પ્રક્રિયામાં થયેલા આ ફેરફારો તમારે જાણી લેવા જરૂરી છે.
નવા દરો શું છે?
ફી વધારો 1 એપ્રિલથી લાગુ થશે. ભારતીય ઇમિગ્રન્ટ્સમાં સૌથી સામાન્ય વિઝા પ્રકારો H-1B, L-1 અને EB-5 છે. 2050% ના વધારા પછી, નવી H-1B નોંધણી પ્રક્રિયા ફી $215 થશે, જે $10 ના વર્તમાન દરથી તદ્દન વિપરીત છે. વર્તમાન L-1B વિઝા ફી $460 છે, જે વધારીને $1,385 કરવામાં આવી છે. દરમિયાન, EB-5 વિઝા માટેની ફી $3,675 થી વધીને $11,160 થઈ ગઈ છે.
હજી નવા વર્ષની શરૂઆતમાં જ અમેરિકા ભારતીયો પર એકાએક મહેરબાન થયું હતું. અમેરિકાએ ભારતીયોને સૌથી વધુ વિઝા ઈશ્યૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2023માં 14 લાખથી વધુ ભારતીયોને અમેરિકા વિઝા ઈશ્યૂ કર્યાં છે. વિશ્વમાં દર 10માંથી એક ભારતીય અમેરિકન વિઝા ધરાવે છે. સાથે જ બીજી મોટી વાત એ છે કે, અમેરિકાએ વિઝિટર વિઝા એપોઈન્ટમેન્ટ માટેના વેઈટિંગ સમયમાં પણ ઘટાડો છે. વેઈટિંગ સમયમાં 75 ટકાનો ઘટાડો કરી દેવાયો છે. ત્યારે હવે વિઝા ફીમાં તોતિંગ વધારો કરીને અમેરિકાએ ભારતીયોનું સપનુ ચકનાચૂર કરી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે