અક્ષય કુમાર-વરૂણ ધવન સાથે કામ કરનારા જાણીતા ડાયરેક્ટરનું નિધન
એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું સોમવારે હાર્ટ એટેલ આવવાને કારણે નિધન થયું છે.
નવી દિલ્હીઃ એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાન (Parvez Khan)નુ સોમવારે હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયું છે. તેઓ 55 વર્ષના હતા. તેઓ શ્રીરામ રાઘવનની 'અંધાધુન' અને 'બદલાપુર' જેવી ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતા હતા. તેમની સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા નિશાંત ખાને જણાવ્યુ કે, પરવેઝને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હા.
નિશાંતે કહ્યુ, તેમને સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી નહતી. બસ કાલે રાત્રે છાતીમાં દુખાવો થયો હતો. પરવેઝ ખાન 1986થી બોલીવુડમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મકાર હંસલ મેહતાએ કહ્યુ કે, એક્શન ડાયરેક્ટર પોતાના કામમાં માહેર હતા. તેમણે પરવેઝની સાથે 2013મા આવેલી શાહિદમાં કામ કર્યું હતું, જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
હંસલ મેહતાએ ટ્વીટ કર્યુ, માહિતી મળી છે કે એક્શન ડાયરેક્ટર પરવેઝનું નિધન થઈ ગયું. અમે શાહિદમાં સાથે કામ કર્યું હતું, જેમાં તેમણે એક ટેકમાં તોફાનોનું દ્રષ્ય ફિલ્માવ્યુ હતું. ખુબ હોશિયાર, ઉર્જાવાન અને સારા વ્યક્તિ હતા. પરવેઝની આત્માને શાંતિ મળે. તમારો અવાજ હજુ પણ કાનમાં ગુંજી રહ્યો છે.
Sushant suicide case: મુંબઇ પોલીસને મળી Vicera રિપોર્ટ, સામે આવી આ જાણકારી
પરવેઝે પોતાનું કરિયર એક્શન ડાયરેક્ટર અકબર બક્શીના સહાયક તરીકે શરૂ કર્યું હતું અને અક્ષય કુમારની ખેલાડી (1992), શાહરૂખ ખાનની બાજીગર ' (1993) અને બોબી દેઓલની સોલ્ઝર (1998) ફિલ્મોમાં બક્શીના સહાયક રહ્યા હતા. રામ ગોપાલ વર્માની વર્ષ 2004મા આવેલી અબતક છપ્પનથી તેમણે સ્વતંત્ર રૂપથી કામ કરવાનું શરૂ કર્યું અને જોની ગદ્દાર (2007), સેફ અલી ખાનની એજન્ટ વિનોદ (2012) અને વરૂણ ધવનની બદલાપુર ફિલ્મોમાં કામ કર્યું હતું. પરવેઝના પરિવારમાં પત્ની, પુત્ર, વહુ અને પૌત્રી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube