બોલિવુડના આ અભિનેતાના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા
બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કરનાર એક્ટર ફિલ્મકાર અનંત મહાદેવન (Ananth Mahadevan) ના મોતના સમાચાર આવ્યા છે, જોકે તે ફેક સાબિત થયા હતા. પોતાના મોતના સમાચારો જાણીને તેઓ હસી પડ્યા હતા. સાથે જ તેઓને આશ્ચર્ય પણ થયું હતું. સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ બહુ જ વાયરલ થયો છે. જેમાં જણાવાયું છે કે, મહાદેવનનું મૃત્યુ 17 એપ્રિલના રોજ થયુ હતું. ફેક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, 16 વાર નેશનલ પુરસ્કાર વિજેતા રહેલા મહાદેવનનું 17મી એપ્રિલે ઉંમર સંબંધિત બીમારીઓને કારણે નિધન થયું છે.
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કરનાર એક્ટર ફિલ્મકાર અનંત મહાદેવન (Ananth Mahadevan) ના મોતના સમાચાર આવ્યા છે, જોકે તે ફેક સાબિત થયા હતા. પોતાના મોતના સમાચારો જાણીને તેઓ હસી પડ્યા હતા. સાથે જ તેઓને આશ્ચર્ય પણ થયું હતું. સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ બહુ જ વાયરલ થયો છે. જેમાં જણાવાયું છે કે, મહાદેવનનું મૃત્યુ 17 એપ્રિલના રોજ થયુ હતું. ફેક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, 16 વાર નેશનલ પુરસ્કાર વિજેતા રહેલા મહાદેવનનું 17મી એપ્રિલે ઉંમર સંબંધિત બીમારીઓને કારણે નિધન થયું છે.
મોતના સમાચાર પર આવ્યું આવુ રિએક્શન
અફવા પર હસતા અનંતે જણાવ્યું કે, મને લાગે છે કે, દરેક કલાકારને પોતાના જીવનકાળમાં એકવાર તો મીડિયા સામે મરવુ પડે છે. મે લાગે છે કે, આ વખતે મારો વારો હતો. આશ્ચર્ય છે કે, તેનું સિલેક્શન કરનારા કોણ હતા. પરંતુ તેમનુ 16 વાર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા.... કંઈક એવુ જે મને પસંદ આવ્યું. મારી પાસે પહેલેથી બે હતા, હવે મને 14 વધુ મેળવવાની જરૂર છે. તેનો મતલબ એ થયો કે, લાંબા સમય સુધી મારે રહેવુ પડશે, કેમ કે જ્યૂરી એટલા પણ ઉદાર નથી.
અભિનેતાએ કરી અપીલ
તો તેઓએ સાથે જ એવી અપીલ પણ કરી કે, મને લાગે છે કે હાલના દિવસોમાં અનેક લોકોના મોત થયા છે. તેથી હાલ મારા મરવાનો સમય નછી. કૃપા કરીને આવા કાલ્પનિક સમાચાર ફેલાવાના બંધ કરો. ઉલ્લેખનીય છે કે, અનંત મહાદેવન હજી 69 વર્ષના છે, તેમનો જન્મ 28 ઓગસ્ટ, 1950માં થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર