નવી દિલ્હીઃ ઠાણે પોલીસે સટ્ટાબાજીના મામલામાં બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈ ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર અરબાઝ ખાનને સમન જારી કર્યું છે. મહત્વનું છે કે, અરબાઝ ખાન આ કેસમાં અત્યારે ન તો આરોપી છે ન તો તેની પર કેસ છે. તેને માત્ર સમન મોકલવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે અરબાઝને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે. સમન શુક્રવારની સવારે ખાનના બાંદ્રા સ્થિત નિવાસ પર મોકલવામાં આવ્યું હતું અને તે ઉલ્લેખ કરે છે કે મુંબઈથી ચાલનારા રેકેટ સાથે તેને સંબંધ છે. 


શરૂઆતી તપાસમાં પોલીસને તેવા સંકેત મળ્યા છે કે અરબાજ ખાન સટ્ટાખોર સોનૂ જાલાન ઉર્ફે સોનૂ મલાડના સટ્ટાબાજી રેકેટના સંપર્કમાં હતો અને મોટો દાવ લગાવ્યો હતો. 


પોલીસે જણાવ્યા પ્રમાણે, તપાસ માટે અરબાઝ ખાનની હાજરીની જરૂર છે. પોલીસે હાલમાં એક સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલામાં 42 વર્ષના એક બુકી સોનૂ જાલાનની ધરપકડ કરવામાં આવી હતી. 


ગત મહિલા પોલીસે ડોબિંવલીમાં સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કરતા 4 લોકોની ધરપકડ કરી હતી. શરૂઆતી તપાસમાં તે સંકેત મળ્યા કે આંતરરાષ્ટ્રીય સ્તરે સટ્ટાબાજીનું રેકેટ ચાલતું હતું. એટલું જ નહીં ડોન દાઉદ અબ્રાહમની ડી કંપનીમાંથી પણ સટ્ટાબાજી રેકેટની લિંક મળતી દેખાઈ રહી છે. 


આ સટ્ટાખોરોની પૂછપરછમાં સટ્ટા બજારના મોટા બુકી સોનૂ જાલાનનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ સોનૂ જાલાનની ધરપકડ કરી જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, બોલીવુડની ઘણી સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામથી પૈસા લગાવે છે. 


ત્યારબાજ અરબાઝ ખાનનું નામ પણ સામે આવ્યું છે. આ મામલામાં ઠાણે ક્રાઇમ બ્રાન્ચે અરબાઝ ખાનને પૂછપરછ માટે સમન મોકલ્યું છે.