ગુજરાતમાં આંધી-વંટોળ, ભારે પવન સાથે વરસાદની શક્યતા, હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી

Gujarat Weather: રાજ્યમાં પડી રહેલી ભારે ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આતૂરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની માહિતી આપી છે.

શું છે આગાહી

1/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ કે ગુજરાતમાં આંધી-વંટોળ, ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના બીજા સપ્તાહમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર, દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે.

રાજ્યમાં આવશે આંધી વંટોળ

2/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં 6 જૂન સુધીમાં વિવિધ વિસ્તારમાં આંધી-વંટોળ સાથે વરસાદ આવશે. જેમાં કેટલાક ભાગોમાં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે. 

અરબી સમુદ્ર

3/6
image

અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે 9થી 12 જૂન દરમિયાન તેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના અન્ય ભાગો અને મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં આ જગ્યાએ પડી શકે છે વરસાદ

4/6
image

અંબાલાલની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

પવન વધતા ગરમીમાં ઘટાડો થયો

5/6
image

રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે. આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પવન સાથે  ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.  

આ દિવસથી શરૂ થશે પ્રિ-મોન્સૂન વરસાદ

6/6
image

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.