બોલિવુડના દિગ્ગજ એક્ટર Kiran Kumar પણ COVID-19 ના શિકાર થયા
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1 લાખ 25 હજારથી વધુ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ -19 ચેપથી અત્યાર સુધી 1 લાખ 25 હજાર 101 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 3 હજાર 720 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 69 હજાર 597 લોકો કોરોના રોગચાળાથી પીડિત છે, જ્યારે સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ એવા કુલ 51 હજાર 783 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે બોલિવુડની અનેક હસ્તીઓને કોરોના થયો છે. જેમાં વધુ એક નામ સામેલ થયું છે. એક્ટર કિરણ કુમારને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1 લાખ 25 હજારથી વધુ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ -19 ચેપથી અત્યાર સુધી 1 લાખ 25 હજાર 101 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 3 હજાર 720 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 69 હજાર 597 લોકો કોરોના રોગચાળાથી પીડિત છે, જ્યારે સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ એવા કુલ 51 હજાર 783 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે બોલિવુડની અનેક હસ્તીઓને કોરોના થયો છે. જેમાં વધુ એક નામ સામેલ થયું છે. એક્ટર કિરણ કુમારને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
વડોદરાના 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી હટાવીને ઓરેન્જ ઝોનમાં મૂકાયા
કિરણ કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો
મનોરંજનની દુનિયા પણ આ રોગથી દૂર રહી નથી શકી. બોલિવુડ ગાયિકા કનિકા કપૂર બાદ હવે બોલિવુડના દિગ્ગજ અભિનેતા કિરણ કુમાર પણ આ રોગનો શિકાર બન્યા છે. જોકે, કિરણ કુમારમાં કોરોનાના રોગના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. તે એકદમ સાજા હતા. તેઓને ન તો તાવ હતો, ન તો કફ. તેઓને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ નહોતી. સાજા હોવા છતાં, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હવે સમગ્ર ગુજરાતમાં N-95 માસ્ક માત્ર 50 રૂપિયામાં મળશે
કિરણ કુમાર ઘરમાં આઈસોલેશનમાં છે
રિપોર્ટ પોઝિટિવ આવતા કિરણ કુમાર તેમના ઘરે જ આઈસોલેશનમાં ગયા છે. થોડા દિવસમાં તેમનો બીજો રિપોર્ટ કઢાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કનિકા કપૂરને કોરોના વાયરસ હતો, પરંતુ હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે. કનિકાને કેટલાક અઠવાડિયાથી લખનઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર