મુંબઈ : ટેલિવિઝન સીરિયયલ ‘બાલિકા વધુ’ના એક્ટર રુસલાન મુમતાઝ અને તેની પત્ની નિરાલીના પહેલા સંતાનમાં દીકરાનો જન્મ થયો છે. રુસલાન અને નિરાલીએ પોતાના દીકરાની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. નિરાલી અને રુસલાને 2014માં લગ્ન કર્યા કર્યા હતા. બંનેએ થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ લગ્નનો નિર્ણય લીધો હતો. બંનેની પહેલી મુલાકાત શામક દાવરના ડાન્સ ક્લાસમાં થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રુસલાને સોશિયલ મીડિયા પર બાળકના જન્મના સારા સમાચાર શેર કર્યા છે. રુસલાન અને નિરાલીના ઘરે દીકરાનો જન્મ થયો છે. રુસલાને દીકરાની તસવીરો શેર કરવાની સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે. રુસલાને જણાવ્યું કે, તે પહેલા બાળકની તસવીર શેર નહોતો કરવાનો પરંતુ તેને થયું કે, લોકડાઉનના સમયમાં ઘરમાં બંધ લોકોના ચહેરા પર આ સમાચાર ખુશી લાવી શકે છે. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસને લીધે જે ટેન્શન અને ઉદાસીનો માહોલ છે જેમાં નાના બાળકના જન્મના સમાચાર દિવસ સુધારી શકે છે. મને ખરેખર લાગે છે કે જ્યારે દુનિયા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોય એ દરમિયાન જન્મેલું બાળક કોઈ ઉદ્દેશ સાથે આવે છે. હું ખુશ છું કે મારું છોટા બેબી મુશ્કેલ સમયમાં સુપર હીરો બનીને આવ્યું છે. તે દુનિયાને વધુ સુંદર બનાવશે. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આ દુનિયા આપણા માટે, આપણા પેરેન્ટ્સ માટે અને આપણા બાળકો માટે સારું સ્થાન બને.


રુસલાન અને નિરાલીએ ફેબ્રુઆરી મહિનામાં પ્રેગ્નેન્સીની વાત જાહેર કરી હતી. હજી તેમણે પોતાના દીકરાનું નામ જાહેર નથી કર્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube