નવી દિલ્હીઃ આમ તો સેફ અલી ખાને અત્યાર સુધી પોતાની પુત્રી સારાને એક્ટિંગ સાથે જોડાયેલી ટિપ્સ આપી હશે. બની શકે કે કરીનાએ પણ આપી હોય. પરંતુ એક વસ્તુ છે જે સેફ હંમેશા પોતાની પુત્રીને જણાવે છે તે છે સ્ટાર બનવા પર નહીં પરંતુ એક્ટિંગ પર ફોકસ કરવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારાએ ફિલ્મ 'કેદારનાથ'થી એક્ટિંગમાં પર્દાપણ કર્યું હતું. તેમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. તે માટે સારાને ફિલ્મફેયરનો બેસ્ટ ફીમેલ પર્દાપણનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ સારાએ 'સિંબા'માં પણ કામ કર્યું હતું. સારાનું ફિલ્મી કરિયર ગતી પકડી રહ્યું છે અને તેના ખાતામાં ઘણી સારી ફિલ્મો છે. કારણ કે સારા હજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી છે તેથી સેફ તેને સમય-સમય પર સલાહ આપતો રહે છે. 


હાલમાં જ્યારે સેફને પૂછવામાં આવ્યું કે તે સારાને શું સલાહ આપે છે, તો તેણે કહ્યું, 'હું હંમેશા કહુ છું કે એક્ટિંગ પર ફોકસ કરો, સ્ટાર બનવા પર નહીં. તે પણ કહુ છું કે તે જેવી છે તેવી રહે.'

Box Office: 'કબીર સિંહ', 'ઉરી'ને પછાડી સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 હિન્દી ફિલ્મમાં સામેલ થઈ 'વોર'


સેફે આગળ કહ્યું કે, તેણે પ્રખ્યાત થવું જરાય પસંદ નથી. તેનું માનવું છે કે તેના કારણે વસ્તુ સરળતાથી થતી નથી. તે આરામથી ક્યાંય ફરી શકતા નથી અને ન તો પોતાનું કામ કરી શકે છે. 


વર્કફ્રંટની વાત કરીએ તો સેફની ફિલ્મ 'લાલ કપ્તાન' રિલીઝ થવાની છે. સેફ માને છે કે તે એક સ્લો લર્નર છે અને હજુ પણ એક્ટિંગ તથા લાઇફ વિશે શીખી રહ્યો છે.