ગુજરાતમાં ભરશિયાળે ભાદરવાના એંધાણ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે છે આગાહી

Weather Forecast by Ambalal Patel: અંબાલાલ પટેલની ફરી એક મોટી આગાહી સામે આવી છે. હજૂ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેવાની આગાહી કરી છે. આ સિવાય મહેસાણાના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડીયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવાર સુધી કમોસમી વરસાદ રહેશે. 

1/11
image

ઉત્તરીય પર્વતિય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતિય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. 

2/11
image

ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાતમાં સહીત વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી થશે. જાન્યુઆરીના બીજા પખવાડીયાથી કમોસમી વરસાદ થઈ શકે. 

પતંગ રસિકો માટે સારા સમાચાર

3/11
image

ઉત્તરાયણ પૂર્વે દરમિયાન વાદળો આવી શકે છે, તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમ છતાં પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે. ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે. 

4/11
image

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 27, 28, 29 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આ દિવસોમાં કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદથી કેટલાક પાકો અને શાકભાજીમાં નુકસાની થશે. રીંગણ, દિવેલા રાઇ જેવા પાકોમાં નુકસાની થવાની શક્યતા વધારે છે. 

5/11
image

સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ત્યારે આજે સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગઈકાલથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તો કરા પડ્યા છે. હવામાન વિભાગે આજ  માટે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 વાગેથી આગામી ત્રણ કલાક માવઠાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સાહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. 

6/11
image

આજે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પલટો રહેશે, આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધી જશે. અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો છે. મોડી રાતે અને વહેલી સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બાપુનગર, નરોડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. ગઇકાલે મોડી રાતથી શહેરમાં વરસાદી માહોલ છે. 

ભરશિયાળે ભાદરવાના એંધાણ

7/11
image

હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ રાઉન્ડ શરૂ થશે. આ દરમિયાન પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફનાં કરાં વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં

8/11
image

શિયાળામાં વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે મોડી સાંજે અમદાવાદના મણિનગર, ઇસનપુર,મણિનગર, કાંકરિયા, રાયપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. અચાનક વરસાદ વરસતાં કાંકરિયા કાર્નિવલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.  

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી

9/11
image

આજે રાજ્યભરમાં કરા સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડશે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠું પડશે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાગમાં વરસાદની આગાહી છે. પવનની ગતિ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે.

10/11
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમણે 26, 27 અને 28 ડિસેમ્બર માવઠાની સંભાવના છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાથી ભેજના કારણે માવઠાની સંભાવના છે. 

11/11
image

જેને કારણે બનાસકાંઠા અને સાંબરકાંઠામાં સૌથી વધારે માવઠાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમા પણ માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતવરણ રહેશે. સમગ્ર ગુજરાતમાં મોસમના આવેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાની થવાની સંભાવના છે. માવઠા બાદ તીવ્ર ઠંડી આવશે.