અભિનેતાએ સસ્તામાં કર્યા લગ્ન, રીંગની જગ્યાએ પહેરાવ્યું રબર બેન્ડ; ટોટલ ખર્ચ 150 રૂપિયા
બોલિવૂડ (Bollywood) હોય કે ટિવી સેલિબ્રિટી દરેકના લગ્નના વીડિયો અને તસવીરો વાયરલ (Viral Video) થતી હોય છે. તેમના વાયરલ થવા પાછળનું કારણ એ છે કે આ લગ્ન (Wedding) ખૂબ જ મોટા બજેટ સાથે ભવ્ય અને શાહી શૈલીથી કરવામાં આવે
નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) હોય કે ટિવી સેલિબ્રિટી દરેકના લગ્નના વીડિયો અને તસવીરો વાયરલ (Viral Video) થતી હોય છે. તેમના વાયરલ થવા પાછળનું કારણ એ છે કે આ લગ્ન (Wedding) ખૂબ જ મોટા બજેટ સાથે ભવ્ય અને શાહી શૈલીથી કરવામાં આવે છે. સામાન્ય લોકો તેમના લગ્નમાં સેલેબ્સના કપડાથી લઇને થીમ્સ સુધીની દરેક વસ્તુની નકલ કરે છે. પરંતુ હવે ટિવીની દુનિયાની બે હસ્તીઓએ આ જૂની પરંપરાને તોડીને એક ઉદાહરણ આપ્યું છે. સીરિયલ 'નામકરણ' ફેમ વિરાફ પટેલ (Viraf Patel) અને અભિનેત્રી સલોની ખન્ના (Saloni Khanna) હવે લગ્ન કરી ચુક્યા છે. પરંતુ તેમના લગ્ન એટલા ઓછા પૈસામાં થઈ છે જે જાણીને તમને આશ્ચર્યચકિત થઈ જશો.
બાંદ્રા કોર્ટમાં કર્યા લગ્ન
ટિવી એક્ટર વિરાફ પટેલ અને અભિનેત્રી સલોની ખન્નાના લગ્ન (Viraf Patel and Saloni Khanna wedding) કરી લીધા છે. બંનેએ 6 મે એટલે કે ગુરુવારે મુંબઈની બાંદ્રા કોર્ટમાં કોઈ અવાજ વિના વગર સાદાઈથી લગ્ન કર્યા. બંનેએ આ નિર્ણય કેમ લીધો તે પાછળના કારણો જાણીને તમે બંનેના હેતુને જાણીને સલામ કરશો. કારણ કે આ બાકી પૈસાથી આ દંપતીએ કોરોનાના દર્દીઓની મદદ કરવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો:- “સ્વાગતમ”: મલ્હાર ઠાકરની આ ફિલ્મ થિએટર પહેલાં હવે અહીં માણી શકશો
150 રૂપિયા ખર્ચ્યા
જ્યા લોકો અચાનક આ સેલિબ્રિટી કપલના લગ્ની વાતથી હેરાન છે, ત્યારે હવે વિરાફના એક નિવેદને લોકોને ઝટકો આપ્યો છે. કેમ કે આશ્ચર્યની વાત એ છે કે, આ લગ્ન એટલી સિમ્પલ રીતે કરવામાં આવી છે કે, તેમાં વિરાફ અને સલોનીની જોડીને માત્ર 150 રૂપિયા ખર્ચ કર્યો છે.
આ પણ વાંચો:- Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!
શું કહ્યું વિરાફે
આ લગ્ન બાદ જ્યારે સોશિયલ મીડિયા પર બંનેની તસ્વીરો સામે આવી છે. મીડિયાની સામે વિરાફે પણ આ લગ્ન વિશે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેણે કોરોનાને ધ્યાનમાં રાખીને તેમના લગ્નની યોજનામાં ફેરફાર કર્યા હતા. વિરાફે કહ્યું, મેં લગ્ન ફક્ટ 150 રૂપિયામાં કર્યા. અમે ફી માટે મેરેજ રજિસ્ટ્રારને 10 રૂપિયા ચૂકવ્યા હતા અને બાકીના 50 રૂપિયા ફોટો કોપી કરવામાં ખર્ચ કરવામાં આવ્યા છે. અમારા બંનેને ધામધૂમથી લગ્ન કરવા ન હતા. વિરાફ દ્વારા લગ્ન માટે બાકી રહેલ પૈસા કોરોના દર્દીઓ માટે દાન કરવામાં આવ્યા છે. તેણે કહ્યું, 'અમારા લગ્નમાં જે કંઈ બચત હતી, અમે કોરોના સામે લડનારાઓને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરીશું. આની સાથે અમે આશા રાખીએ છીએ કે આપણા લગ્ન અને અમારી કંપની વધુ અર્થપૂર્ણ થશે.
Shilpa Shetty નો આખો પરિવાર કોરોનાથી સંક્રમિત, અભિનેત્રીનો રિપોર્ટ નેગેટિવ
રિંગની જગ્યાએ પહેરાવ્યું રબર બેન્ડ
વિરાફ પટેલે આ પણ ખુલાસો કર્યો છે કે તેમણે પતાના જીવન સાથી સલોનીને લગ્નમાં એક કિંમતી રીંગ પહેરાવી નથી. તેણે જણાવ્યું કે રીંગની જગ્યાએ તેણે રબર બેન્ડથી કામ ચલાવ્યું. વિરાફે કહ્યું, 'હું આ સમયે તેના માટે વીંટી લાવી શક્યો નહીં કારણ કે તે ઉપલબ્ધ નહોતી. તેથી મેં તેની રિંગ આંગળીમાં રબર બેન્ડ મૂક્યો.
આ પણ વાંચો:- વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કોરોના વિરુદ્ધ શરૂ કર્યું Ketto campaign, ડોનેટ કર્યા 2 કરોડ રૂપિયા
સલોનીને યાદગાર લાગે છે લગ્ન
વિરાફની પત્ની સલોની ખન્નાને પણ આ લગ્ન ગમ્યાં હતાં. તેણે કહ્યું હતું કે, 'હું થોડી નર્વસ છું, હું સારાની આશા રાખું છું અને હું પણ ઉત્સાહિત છું. મેં વિચાર્યું તેના કરતાં તે વધુ યાદગાર હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube