“સ્વાગતમ”: મલ્હાર ઠાકરની આ ફિલ્મ થિએટર પહેલાં હવે અહીં માણી શકશો

આ મૂવી (Movie) ની વાર્તા માનવની આસપાસ ફરે છે, જે લગ્ન વિરોધી લેખક- વિવેચક છે અને તેની પ્રેમિકા જાનવી માનવની સાથે લગ્ન કરવા ઇચ્છે છે, તો જ્યારે માનવ તેના લગ્નની વાત કરવા તેના પરિવારમાં આવે છે.

“સ્વાગતમ”: મલ્હાર ઠાકરની આ ફિલ્મ થિએટર પહેલાં હવે અહીં માણી શકશો

અમદાવાદ: ‘સ્વાગતમ્- વેલકમ ટુ મેહતાસ’માં પોર્ટુગલ સ્ટાઈલના એક બંગલા ‘મેડહાઉસ’ (Made House) માં રહેતા એક મેહતા પરિવારની આ વાર્તા છે. જેના સભ્યો અત્યંત પ્રેમાળ અને નમ્ર છે કે, જે લોકો તેને મળે તેઓ તેમનાથી અભિભૂત થઈ જાય. પણ જેમ દરેક સિક્કાની બીજી બાજુ હોય એ રીતે આ અત્યંત સારો દેખાતો પરિવાર પણ રહસ્યથી ભરેલો છે. આ રહસ્ય શું છે, એ જાણવા માટે જૂઓ મૂવી સ્વાગતમ્... 

આ મૂવી (Movie) ની વાર્તા માનવની આસપાસ ફરે છે, જે લગ્ન વિરોધી લેખક- વિવેચક છે અને તેની પ્રેમિકા જાનવી માનવની સાથે લગ્ન કરવા ઇચ્છે છે, તો જ્યારે માનવ તેના લગ્નની વાત કરવા તેના પરિવારમાં આવે છે ત્યારે મેડહાઉસ (Made House) ની કેટલીક રહસ્યમય બાબતો તેની સામે આવશે. રહસ્ય, રોમાંચ અને કોમેડી સાથે પ્રેમકથાનું આવું અદ્દભુત સમન્વય, જે છેવટ સુધી જકડી રાખે એવું અત્યાર સુધી કોઈપણ ગુજરાતી મૂવી (Gujarati Movie) માં જોવા નથી મળ્યું. 

આ મૂવી અંગે મલ્હાર ઠાકરે (Malhar Thakar) કહ્યું હતું કે, “આ અનિશ્ચિત અને મુશ્કેલ સમય છતાં પણ દરેક કલાકારો માટે એ વધુ મહત્વનું છે કે, તેઓ એક સલામત અને મનોરંજક વાતાવરણ ઉભું કરે. મારી નવી ફિલ્મ સ્વાગતમ (Swagatam) ની રિલીઝનો હેતુ પણ લોકોનો ધ્યાન વાળવાનો છે અને શેમારૂમી (Shemaroo) પ્લેટફોર્મ પર થિએટ્રિકલ રિલીઝ પહેલા દર્શકો ડિઝીટલ પ્રથમ રિલીઝ મૂવીને જોઈ શકશે. આ મૂવી અત્યંત પાગલ કરી દે તેવી છે અને મને વિશ્વાસ છે કે, દર્શકો તેમના ઘરે સલામત અને આરામદાયી રીતે આ ફિલ્મને માણી શકશે.”

કેશ ઓન ડિલિવરી, શરતો લાગુ અને સારાભાઈ જેવી મૂવીના અદ્દભુત ડિરેક્ટર નિરજ જોશી દ્વારા ડિરેક્ટ આ ફિલ્મમાં માનવનું પાત્ર ગુજરાતી મૂવી (Gujarati Movie) ના દિલોંની ધડકન મલ્હાર ઠાકર (Malhar Thakar) છે, તેની પ્રેમિકા જાનવી તરીકે કથા પટેલની સાથે, વંદના પાઠક, ઓજસ રાવલ, રૂપા મેહતા, જય ઉપાધ્યાય અને ચેતન ધનાણી મુખ્ય ભૂમિકામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news