Bollywood:ભારતીય સિનેમામાં આ અભિનેત્રીએ આપ્યો પહેલો કિસ સીન, 4 મિનિટ સુધી ચાલેલા સીનના કારણે થયો હતો ભારે વિવાદ
Bollywood: આ ફિલ્મમાં પ્રથમ વખત કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો. બંને વચ્ચે ફિલ્માવવામાં આવેલો આ સીન લગભગ 4 મિનિટ જેટલો લાંબો હતો. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ સીનના કારણે ઘણો વિવાદ થયો હતો.
Bollywood: આજના સમયમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ પડદા પર ઈન્ટીમેટ થવામાં શરમાતા નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સ્ક્રીન પર કિસ કરવાનો ટ્રેન્ડ આજના અભિનેતાઓ અને અભિનેત્રીઓએ શરૂ નથી કર્યો. પરંતુ લગભગ 90 વર્ષ પહેલા એક હીરોઈન હતી જેણે આ ટ્રેન્ડ શરૂ કરવાની હિંમત કરી હતી. ભારતીય સિનેમામાં તેણે પહેલીવાર લગભગ ચાર મિનિટ જેટલો લાંબો કિસ સીન કર્યો હતો. જેના કારણે ઘણો વિવાદ થયો હતો.
આ પણ વાંચો: Raid 2 ફિલ્મમાં વાણી કપૂર બાદ રિતેષ દેશમુખની થઈ એન્ટ્રી, વિલન તરીકે જોવા મળશે રિતેષ
વર્ષ 1933માં રિલીઝ થયેલી ફિલ્મ કર્મામાં દેવિકા રાની અને હિમાંશુ રાય સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પ્રથમ વખત કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો. બંને વચ્ચે ફિલ્માવવામાં આવેલો આ સીન લગભગ 4 મિનિટ જેટલો લાંબો હતો. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ સીનના કારણે ઘણો વિવાદ થયો હતો. જણાવી દઈએ કે દેવિકા રાની અને હિમાંશુ રાય બંને રિયલ લાઈફમાં પતિ-પત્ની હતા તેથી આ સીન શૂટ કરવામાં બંનેને કોઈ સમસ્યા ન હતી. પરંતુ તે સમયે ફિલ્મના પડદા પર જાહેરમાં આ સીન બતાવવામાં આવતા ભારે હોબાળો થયો હતો.
આ પણ વાંચો: અન્નપૂર્ણી ફિલ્મ નેટફ્લિક્સે ફિલ્મ કરી ડિલીટ, શ્રીરામને લઈ કરાઈ હતી ટીપ્પણી
તે સમયે દેવિકા રાનીને તેની સમકાલીન હિરોઈન કરતાં ઘણી આગળ માનવામાં આવતી હતી. તેને દારૂ અને સિગારેટ પીવાનો પણ શોખ હતો અને તેણે ક્યારેય આ શોખ છુપાવવાનો પ્રયાસ કર્યો ન હતો. દેવિકા રાનીએ તેના પતિ હિમાંશુ રાય સાથે મળીને 'બોમ્બે ટોકીઝ'ની સ્થાપના કરી હતી. આ બેનર હેઠળ ઘણી હિટ ફિલ્મો બની છે. 1940માં હિમાંશુ રાયનું અવસાન થયું, ત્યાર બાદ દેવિકા રાનીએ એકલા હાથે 'બોમ્બે ટોકીઝ' ચલાવી હતી.
આ પણ વાંચો: કરોડોના ખર્ચે બની સની દેઓલ અને ઐશ્વર્યા રાયની આ ફિલ્મ પણ આજ સુધી ન થઈ શકી રિલીઝ
1958માં ભારત સરકારે દેવિકા રાનીને પદ્મશ્રીથી સન્માનિત કર્યા અને તે 1969માં ફિલ્મો માટેના દેશના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે પુરસ્કારની પ્રથમ વિજેતા બની. દેવિકા રાનીનું મૃત્યુ 9 માર્ચ 1994ના રોજ બેંગ્લોરમાં થયું હતું. દેવિકા રાનીના અંતિમ સંસ્કારમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થયા હતા.