Raid 2 ફિલ્મમાં વાણી કપૂર બાદ રિતેષ દેશમુખની પણ થઈ એન્ટ્રી, વિલન તરીકે જોવા મળશે રિતેષ

Raid 2: અજય દેવગનની ફિલ્મ  રેડ 2 ની રિલીઝ ડેટ જાહેર થયા પછી આ ફિલ્મની કાસ્ટને લઈને પણ જાણકારી સામે આવવા લાગી છે. રેડ ટુ ફિલ્મમાં અજય દેવગન અને વાણી કપૂર ઉપરાંત રિતેશ દેશમુખની પણ એન્ટ્રી થઈ છે.

Raid 2 ફિલ્મમાં વાણી કપૂર બાદ રિતેષ દેશમુખની પણ થઈ એન્ટ્રી, વિલન તરીકે જોવા મળશે રિતેષ

Raid 2: અજય દેવગનની ફિલ્મ  રેડ 2 ની રિલીઝ ડેટ જાહેર થયા પછી આ ફિલ્મની કાસ્ટને લઈને પણ જાણકારી સામે આવવા લાગી છે. રેડ ટુ ફિલ્મમાં અજય દેવગન અને વાણી કપૂર ઉપરાંત રિતેશ દેશમુખની પણ એન્ટ્રી થઈ છે. એટલે કે આ વખતે રેડ ફિલ્મમાં અજય દેવગન સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળશે.  આ ફિલ્મમાં રિતેશ દેશમુખ વિલનની ભૂમિકામાં હશે. આ પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં જ રીતે જ દેશમુખ કામ શરૂ કરશે. 

બોલીવુડની ગલીઓમાં ચાલતી ચર્ચાઓ અનુસાર આ વખતે રેડ 2 ફિલ્મમાં અજય દેવગન રિતેશ દેશમુખના ઘરે ઇન્કમટેક્સની રેડ કરશે. રેડ ફિલ્મની સીક્વલમાં પણ અજય દેવગન ઇન્કમટેક્સ ઓફિસરની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મને રાજકુમાર ગુપ્તા ડાયરેક્ટ કરી રહ્યા છે અને ભૂષણ કુમાર, મંગલ પાઠક અને અભિષેક પાઠક તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં નેગેટિવ રોલ માટે ફિલ્મ મેકર્સે રિતેશ દેશમુખનું નામ ફાઇનલ કર્યું છે.

આ ફિલ્મનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં રિતેશ દેશમુખ અજય દેવગન સાથે ટક્કર લેશે તેવું કહેવામાં આવે છે. આ ફિલ્મ નું શૂટિંગ હાલ મુંબઈમાં ચાલુ થયું છે અને હવે દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ફિલ્મનું શૂટિંગ થશે. 

વાણી કપૂર અને અજય દેવગનની જોડી ચમકાવતી ફિલ્મ 15 નવેમ્બર 2024 ના રોજ રિલીઝ થવાની છે. 2018માં અજય દેવગનની ફિલ્મ રેડ રીલીઝ થઈ હતી જેમાં અજય દેવગનની સાથે ઇલિયાના ડિક્રુઝ જોવા મળી હતી સાથે સૌરભ શુક્લા નેગેટિવ રોલમાં હતો આ ફિલ્મ 40 કરોડના બજેટમાં બની હતી અને બોક્સ ઓફિસ પર 153 કરોડની કમાણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news