નવી દિલ્લીઃ હિના ખાન તેની ખુબસુરત અદાઓ ઉપરાંત તેની બ્યુટી, સ્ટાઈલ અને હેર કેરનાં લીધે હંમેશા ચર્ચામાં રહે છે. હિના ખાનનાં વાળ હંમેશા શાઈની, સિલ્કી અને સ્મુધ રહે છે. હંમેશા ફ્રિઝ ફ્રી રહેતા વાળને જોઈને ફેન્સ પણ ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી હિના ખાન પાસે હેલ્ધી હેર માટેની સિક્રેટ ટિપ્સ વારંવાર પૂછતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


એક વીડિયો શૂટ દરમિયાન પોતાની હેર કેર ટિપ્સને શેર કરતા હિના ખાને કહ્યું કે, વાળને સુંદર રાખવા માટે સૌથી પહેલા હું મારા ડાયટ પર ધ્યાન આપુ છુ. તમે જે કંઈપણ ખોરાક લો છો તેની સીધી અસર તમારા ચહેરા પર પડે છે. ચહેરાની જેમ વાળ ઉપર પણ ડાયટની અસર પડે છે.


આગળ વાત કરતાં હિના ખાન કહે છે કે, તે જ્યારે પણ શૂટિંગમાં વ્યસ્ત હોય છે ત્યારે વાળને દેખરેખ રાખવાનો તેની પાસે સમય નથી રહેતો. જેથી તે દરરોજ પોતાની ડાયટમાં દહીં, દૂધ, બદામ, અખરોટ, લીલા ફળ, દાળ અને આખા અનાજને શામેલ કરે છે.


આ પ્રકારે વાળમાં તેલ લગાવો
વાળના પોષણ માટે તેલ લગાડવુ પણ જરૂરી છે. હિના ખાન જણાવે છે કે તે રાત્રે સૂતા સમયે તેલ લગાવવાનું પસંદ કરે છે. આ દરમિયાન હળવા હાથે માલિશ કરે છે. જેથી ઊંઘ સારી આવે છે અને વાળમાં બ્લડસર્ક્યુલેશન સારુ થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. હેર એક્સપર્ટ પણ કહે છે કે, સારી ઊંઘ આવવાથી મગજ શાંત રહે છે. જેનાથી બોડીમાં હોર્મોનલ બેલેન્સ જળવાઈ રહે છે. જેની સીધી અસર વાળ પર જોવા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube