Breaking: અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન
નાના પડદાથી લઈને મોટા પડદા અને ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મંદિરા બેદી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પતિ રાજ કૌશલનું બુધવારે અચાનક નિધન થઈ ગયું. હજુ સુધી તેમના નિધન અંગે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી.
નવી દિલ્હી: નાના પડદાથી લઈને મોટા પડદા અને ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મંદિરા બેદી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પતિ રાજ કૌશલનું બુધવારે અચાનક નિધન થઈ ગયું. હજુ સુધી તેમના નિધન અંગે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી.
રવિવારે હતી પાર્ટી
રિપોર્ટ્સ મુજબ રાજ કૌશલના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે એવી પણ જાણકારી સામે આવી છે કે રાજે રવિવારે જ પોતાના મિત્રો સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટીની તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ડાઈરેક્ટર અને પ્રોડ્યુસર હતા રાજ
અત્રે જણાવવાનું કે વ્યવસાયે રાજ ડાઈરેક્ટર અને પ્રોડ્યુસર હતા. રાજે પ્યારમે કભી કભી, શાદી કા લડ્ડુ જેવી ફિલ્મો ડાઈરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube