Casting Couch: `હું લેસ્બિયન છું...` 37 વર્ષની અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચ પર શેર કર્યો જીવનનો સૌથી ખરાબ અનુભવ
Nyra Banerjee On Casting Couch: બિગ બોસ ફેમ અભિનેત્રીએ તાજેતરમાં કાસ્ટિંગ કાઉચ વિશએ વાત કરી હતી. તેણે પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બચી.
Nyra Banerjee On Casting Couch: ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી કાસ્ટિંગ કાઉચ આ ચમકદમકની દુનિયાનું એક કડવું સત્ય છે. કાસ્ટિંગ કાઉચમાં ઘણા બધા ન્યુકમર્સ ફસાઈ જાય છે તો કેટલાક લોકો તેમાંથી બચવામાં સફળ થઈ જાય છે. કાસ્ટિંગ કાઉચને લઈને અત્યાર સુધીમાં ઘણા મોટા કલાકારોએ પણ ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ એક ટીવી અભિનેત્રીએ પણ કાસ્ટિંગ કાઉચને લઈને પોતાની વાત પહેલી વખત લોકોની સામે રાખી હતી.
આ પણ વાંચો: Bigg Boss 18: કરણવીર ચુમને ચોંટી ગયો, 18 સેકન્ડના લવ બાઈટના વીડિયોએ મચાવ્યો હોબાળો
તેણે એવી ચોંકાવનારી વાત કરી કે તેના વિશે સાંભળીને કોઈના પણ રુંવાળા ઉભા થઈ જાય. અભિનેત્રીએ જણાવ્યું કે કાસ્ટિંગ કાઉચમાંથી તે સમયે બચવા માટે તેણે એવું કહેવું પડ્યું કે તે લેસ્બિયન છે. આ અભિનેત્રી bigg boss માં પણ જોવા મળી હતી.
આ પણ વાંચો: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મામાંથી કોણ વધારે અમીર ? જાણો બંનેની નેટવર્થ
કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કરનાર અભિનેત્રી અન્ય કોઈ નહીં પરંતુ અભિનેત્રી નાયરા બેનર્જી છે. નાયરા બેનર્જીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કાસ્ટિંગ કાઉચને લઈને પોતાનો અનુભવ શું છે તે જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે કરિયરની શરૂઆતમાં તેણે આ સમય ફેસ કર્યો છે.
આ પણ વાંચો: કપિલના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો
ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે નાયરા બેનર્જીને પૂછવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ક્યારે તેમને ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવી હોય કે તેને કોમ્પ્રોમાઇઝ કરવા માટે કહેવાયું છે? આ વાતના જવાબમાં નાયરાએ જણાવ્યું હતું કે તે એક વખત આવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે જ્યારે શરૂઆતમાં તે લોકોને મળતી તો એવું કહેતી કે તે લોયર છે જેથી સામેની વ્યક્તિ તેની સાથે વાત કરતા પહેલા વિચારે પરંતુ કેટલાક લિચડ લોકો એવા હોય કે તે કોઈ પણ રીતે માને નહીં. સાથે જ અભિનેત્રીએ જણાવ્યું કે તે રીયલ જિંદગીમાં ટોમબોય ટાઇપની છે. એક વખત જ્યારે તે આવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી તો બચવા માટે તેણે ખોટું પણ બોલ્યું હતું કે તે લેસ્બિયન છે.
આ પણ વાંચો: જાન્યુઆરી મહિનામાં અલગ અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ
જોકે તેણે એવું પણ કહ્યું કે જ્યારે તે સાઉથમાં કામ કરતી હતી તો તેણે આ વાતની અફવા ફેલાવી હતી કે તે લેસ્બિયન છે જેથી કાસ્ટિંગ કાઉચથી બચી શકે. પરંતુ આ વાત ખરાબ રીતે ફેલાઈ ગઈ અને લોકો માનવા લાગ્યા કે તે ખરેખર લેસ્બિયન છે.