નવી દિલ્હી: બોલીવુડ (Bollywood)ના ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) ફરી એકવાર ચર્ચામાં છે. પાયલ ઘોષ હવે રાજકારણમાં એન્ટ્રી કરી રહી છે અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયામાં સામેલ થઇ રહી છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે (Central Minister Ramdas Aathawale) પોતે પાયલને પાર્ટીમાં સામેલ કરી રહી છે. પાયલ ઘોષની સાથે તેમના વકીલ પણ પાર્ટીમાં જોડાશે. ચર્ચા છે કે પાયલ ઘોષને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (Republican Party of India) ની મહિલા મોરચાનું ઉપાધ્યક્ષ બનાવી શકાય છે. તો બીજી તરફ તેમના વકીલને એડવોકેટ વિંગમાં પદ આપવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુરાગ કશ્યપ પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ
અભિનેત્રી પાયલ ઘોષ (Actress Payal Ghosh)એ અભિનેતા અને નિર્દેશક અનુરાગ કશ્યપ  (Anurag Kashyap) પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહી મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશન (Oshiwara Police Station) માં પાયલ ઘોષએ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ અનુરાગ કશ્યપએ આ આરોપને નકારી કાઢ્યા હતા. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube