નવી દિલ્હી : આખા દેશમાં ચાલી રહેલા #MeToo કેમ્પેઇન દરમિયાન બે દિવસ પહેલાં ડિરેક્ટર અને ફિલ્મમેકર વિંતા નંદાએ બોલિવૂડના 'સંસ્કારી'ત એક્ટર આલોક નાથ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હવે ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ સંધ્યા મૃદુલ પણ આલોક નાથે કરેલા દુર્વ્યવહારની ઘટના જાહેર કરી છે. સંધ્યાએ વિંતાને સમર્થન આપતા જણાવ્યું છે કે તે આલોક નાથ સાથે તે એક ટેલિફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે તેને આ ચોંકાવનારો અનુભવ થયો હતો. 


'પેજ 3', 'સાથિયા' જેવી ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ સંધ્યા મૃદુલ પોતાની કરિયરની શરૂઆતમાં એક ટેલિફિલ્મના શૂટિંગ માટે કોડાઇકેનાલ ગઈ હતી. આ ફિલ્મમાં આલોક નાથ અને રીમા લાગુએ તેના માતા-પિતાનો રોલ ભજવ્યો હતો. શૂટિંગ દરમિયાન નશાની હાલતમાં તે ડિનર વખતે વારંવાર સંધ્યાને પોતાની પાસે બેસાડવાની જીદ કરીને કહેતા 'આ તો મારી છે....'. સંધ્યાના ખુલાસા દરમિયાન એક રાત્રે આલોક નાથ જબરદસ્તીથી સંધ્યાના રૂમમાં ઘુસી ગયો હતો અને હાથ પકડીને જબરદસ્તી કરવા લાગ્યો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...