Yami Gautam Pregnant: બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં જ તેના પહેલા બાળકને જન્મ આપવાની છે. યામી ગૌતમે વર્ષ 2021 માં ઉરી ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી આદિત્ય ધર અને યામી ગૌતમના ઘરે નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. જોકે આ ગુડ ન્યુઝ અંગે યામી ગૌતમ કે આદિત્ય ધર તરફથી કોઈપણ પ્રકારની પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યામી ગૌતમ પ્રેગ્નેન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 35 વર્ષ જુનું છે સોનમ કપૂરે પહેરેલું આ સુંદર ઘરચોળુ, ઘરચોળા પર કરેલું છે ખાસ વર્ક


યામી ગૌતમના નજીકના સૂત્રોનું જણાવવું છે કે અભિનેત્રી પાંચ મહિના પ્રેગ્નેન્ટ છે. થોડા જ મહિનામાં એક્ટ્રેસ પોતાના પહેલા બાળકને જન્મ આપશે. જ્યારથી જામી ગૌતમને આ ગુડ ન્યુઝ મળ્યા છે ત્યારથી તે ખૂબ જ એક્સાઇટેડ છે પણ તેણે આ વાતને છુપાવીને રાખી છે. 


સૂત્રોનું જણાવવું છે કે યામી ગૌતમ મે મહિનામાં બાળકને જન્મ આપી શકે છે. હાલ બાળકના જન્મને લઈને યામી ગૌતમ અને તેના પરિવારના સભ્યો એક્સાઇટેડ છે. જણાવી દઈએ કે હજુ સુધી યામી ગૌતમ તરફથી આ ગુડ ન્યુઝને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. 


આ પણ વાંચો: ઓટીટી પર રિલીઝ થશે અદા શર્માની ધ કેરલ સ્ટોરી ફિલ્મ, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ


યામી ગૌતમના વર્કફ્રંટની વાત કરીએ તો 23 ફેબ્રુઆરી 2024 ના રોજ તેની ફિલ્મ આર્ટિકલ 370 સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટીઝર પણ આજે રિલીઝ થયું છે. આ ફિલ્મને આદિત્ય સુહાસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં યામી ગૌતમ સાથે પ્રિયમની, ઇરાવતી, કિરણ સહિત ઘણા બધા સ્ટાર્સ જોવા મળશે. 



યામી ગૌતમ અને આદિત્ય ધર એ 4 જૂન 2021 લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. આદિત્ય ધર અને યામી ગૌતમની પહેલી મુલાકાત વર્ષ 2019 માં ઉરી ફિલ્મ દરમિયાન થઈ હતી. આ ફિલ્મ દરમિયાન તેઓ પ્રેમમાં પડ્યા અને વર્ષ 2021 માં બંનેએ લગ્ન કર્યા.