પ્રેગનેન્ટ છે આદિલની ગર્લફ્રેન્ડ, Rakhi Sawant એ કર્યો ઘડાકો
Rakhi Sawant: રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાની મામલે રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. રાખી સાવંત જ્યારે પણ મીડિયા સમક્ષ નિવેદન આપે છે ત્યારે નવો ખુલાસો કરે છે. ત્યારે વધુ એકવાર રાખીએ ધડાકો કર્યો છે.
Rakhi Sawant: ડ્રામા ક્વિન તરીકે ઓળખાતી રાખી સાવંત અને તેના પતિ આદિલ ખાન વચ્ચે વિવાદ દિવસેને દિવસે બધી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ રાખી સાવંતે તેના પતિ વિરુદ્ધ પૈસાની છેતરપિંડી થી લઈને મારપીટ કરવા સુધીના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ એક ઈરાની છાત્રાએ આદિલ બળાત્કારનો મામલો નોંધાવ્યો છે. તેવામાં રાખી સાવંતે વધુ એક ધડાકો કર્યો છે કે આદિલની એક ગર્લફ્રેન્ડ ગર્ભવતી છે.
રાખી સાવંતે મીડિયા સમક્ષ આ નિવેદન આપ્યું હતું કે એક ઈરાની યુવતીએ આદિલ પર બળાત્કારનો કેસ કર્યો છે. સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે તેણે બધી વાત સાચી જ કરી છે અને કંઈ જ ખોટું બોલ્યું નથી.
આ પણ વાંચો:
દિશા પટણી દેખાઈ બોલ્ડ અવતારમાં, લોકોએ ટ્રોલ કરી કહ્યું, '...... કરવા આવી છો ?'
સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર રાખી સાવંતે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું મને....
રાખી સાવંતે આગળ એવું પણ કહ્યું કે આદિલે જે પણ યુવતીઓ સાથે કરી છે તે બધી જ ચૂપચાપ બેઠી છે.. તેણે એવું પણ કહ્યું કે તેને હાલ સૌથી વધુ તકલીફ એ વાતની છે કે તેને તાજેતરમાં જ ખબર પડી છે કે આદિલની ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ છે. આ વાત તેના માટે સૌથી વધુ ચોંકાવનારી છે. કારણ કે રાખી સાવંત તેની પત્ની છે અને આદિલે તેની સાથે બેબી પ્લાનિંગ કર્યું હતું પરંતુ હવે ખબર પડી છે કે તેની ગર્લફ્રેન્ડ પ્રેગનેંટ છે.
મહત્વનું છે કે રાખી સાવંતે તેના પતિ વિરુદ્ધ જે પણ ફરિયાદ નોંધાવી છે ત્યાર પછી પોલીસે આદિલની ધરપકડ કરી લીધી છે. રાખી સાવંતે કહ્યું હતું કે આદિલ તેની સાથે ક્રૃતાભર્યું વર્તન કરતો હતો. સાથે જ રાખી સાવંતના દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી પણ તેણે કરી. રાખી સાવંતે મીડિયામાં એવો પણ દાવો કર્યો હતો કે આદિલ પાસે તેનો એક ન્યુડ વિડિયો છે અને તેને શંકા છે કે પૈસા કમાવા માટે તે વિડિયો લીક કરી દેશે અથવા તો વેંચી નાખશે.