Adipurush: આજે સિનેમાઘરોમાં ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ છે. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ ચર્ચામાં હતી. આદિપુરુષ ફિલ્મને લઈ લોકોમાં પણ ભારે ક્રેઝ જોવા મળે છે. તેવામાં ફિલ્મ રિલીઝ થયાની સાથે જ ફિલ્મ સંબંધિત એક મહત્વની વાત સામે આવી છે. જો તમે પણ પ્રભાસ અને કૃતિ સેનનની આ ફિલ્મ જોવા જાવાનું વિચારી રહ્યા છો તો આ વાત તમારા માટે જાણવી જરૂરી છે. જેથી ફિલ્મની ટિકિટનો ખર્ચો કરી ફિલ્મ જોવા જાવ ત્યારે પસ્તાવો ન કરવો પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Adipurush On OTT: આદિપુરુષ ફિલ્મ જોવા મળશે આ OTT પ્લેટફોર્મ પર, આટલા કરોડમાં થઈ ડીલ


22 વર્ષ પછી જમાઈ બની પાકિસ્તાનને ધ્રુજાવશે સની દેઓલ, ગદર 2નું દમદાર ટીઝર રિલીઝ


11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ


ફિલ્મ આદિપુરુષને લઈ જે જાણકારી સામે આવી છે તે અનુસાર ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ લાંબો છે. જ્યારે ઈન્ટરવલ પછીનો સેકન્ડ હાફ ટુંકો છે. સામાન્ય રીતે આવું થતું નથી. સામાન્ય રીતે ફિલ્મમાં ઈન્ટરવલ પહેલા અને પછીની ફિલ્મની લંબાઈ એક સરખી હોય છે. માત્ર થોડી મિનિટોનો તફાવત હોય છે. પરંતુ તમે આદિપુરુષ ફિલ્મ જોવા જશો તો આવું નહીં હોય. 


આદિપુરુષ ફિલ્મના રનટાઇમને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ લગભગ 1 કલાક 42 મિનિટનો છે. જ્યારે ઈન્ટરવલ પછી ફિલ્મ 1 કલાક 19 મિનિટની ફિલ્મ છે. જેના કારણે દર્શકને લાગશે કે ફર્સ્ટ હાફ લાંબો છે અને ઈન્ટરવલ પછી ફિલ્મ જલદી પુરી થઈ ગઈ. 


રિપોર્ટ્સ અનુસાર ફર્સ્ટ હાફ લાંબો રાખવા પાછળ મેકર્સનો વિચાર હતો કે દર્શકો ફિલ્મ સાથે સારી રીતે જોડાય અને બધા જ પાત્રોને સ્ક્રીન પર બરાબર સમય મળે. મીડિયા રિપોર્ટ અનુસાર સેકન્ડ હાફમાં સીતાની શોધ, હનુમાનજીનું લંકા જવું અને રામ-રાવણ યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્યારે ફર્સ્ટ હાફમાં રામનું બાળપણ, તેમનું શિક્ષણ, સ્વયંવર, પારિવારિક પ્રસંગો, વનવાસ અને વનવાસ દરમિયાન બનેલી તમામ ઘટનાઓ દર્શાવવામાં આવી છે.