Adipurush Controversy: પ્રભાસ અને કૃતિ સેનન (Kriti Sanon) સ્ટારર ફિલ્મ આદિપુરુષ (Film Adipurush) શુક્રવારે રિલીઝ થયા પછી તરત જ પાયરસીનો શિકાર બની હતી. જો કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, પરંતુ તે દર્શાવે છે કે તમામ પ્રયાસો છતાં ફિલ્મોના ઓનલાઈન લીક (Adipurush Piracy)ની સમસ્યાનો અંત આવી રહ્યો નથી. જ્યારે મેકર્સે તેની સામે ઘણી વખત કોર્ટનો સંપર્ક કર્યો છે. આદિપુરુષની રિલીઝ પહેલાં, એવા અહેવાલો હતા કે ફિલ્મના નિર્માતાઓએ આવા તકનીકી પગલાં લીધાં છે જેથી પાયરેટ્સ તેની કોપી કરી શકશે નહીં અને તેને ઇન્ટરનેટ પર ગેરકાયદેસર રીતે લીક કરી શકશે નહીં. પરંતુ હવે એવા સમાચાર છે કે આવું ન થઈ શકે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રભાસની 'આદિપુરૂષ'માં મેકર્સથી થઈ 10 મોટી ચૂક, જેને નજરઅંદાજ કરવી મુશ્કેલ
યુવાનીમાં કરેલી ભૂલો મહિલાઓની સેક્સ લાઈફ કરી નાખે છે તહેસ-નહેસ, જાણો આદતની આડઅસરો
આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર


વધી ગઇ આશંકા
મીડિયા અહેવાલો અનુસાર, મહત્વાકાંક્ષી ફિલ્મ તમિલરોકર્સ, Filmyzilla, Movierulz સહિતની અનેક પાઇરેટેડ વેબસાઇટ્સ પર રિલીઝ થયાના કલાકોમાં જ સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. ફિલ્મ લીક થવાને કારણે નિર્માતાઓને મોટો ફટકો પડ્યો છે કારણ કે આ ફિલ્મને ભારતની અત્યાર સુધીની સૌથી ભારે બજેટની ફિલ્મ કહેવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મના નિર્માણ અને પ્રમોશનમાં લગભગ 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એવામાં આદિપુરુષનું લીક થવું નિરાશાજનક છે. આના કારણે ફિલ્મના બોક્સ ઓફિસ (Adipurush Box Office)ના પ્રદર્શન પર નકારાત્મક અસર થવાની સંભાવના છે.


Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts
લાખોની નોકરી છોડી, નામ પણ બદલ્યું અને બનાવી નવી ઓળખ, શેર કરી પોતાની કહાની
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો


શરૂઆતથી વિરોધ
આમ તો આદિપુરુષ શુક્રવારે રિલીઝ થયા બાદ વિવાદોમાં છે. ઘણા લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે અને કહે છે કે તેમાં ભગવાન રામ, હનુમાન અને રાવણના પાત્રોને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. હિંદુ મહાકાવ્ય રામાયણ પર આધારિત દિગ્દર્શક ઓમ રાઉત (Om Raut) ની ફિલ્મને ગયા વર્ષે ટીઝર રિલીઝ થયા બાદ પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ફિલ્મને ટાંકીને અહેવાલો આવ્યા હતા કે તે તેના VFX ને સુધારી કરી રહ્યા છે. 


ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર


સાથે જ તેણે કહ્યું હતું કે આ ફિલ્મ મુખ્યત્વે 3D (Adipurush 3D) વર્ઝનમાં છે અને લોકોને તેમાં કોઈ ફરિયાદ નહીં મળે. પરંતુ રિલીઝ પછી દર્શકો તેનાથી સંતુષ્ટ નથી. આ ફિલ્મ હિંદુ ધર્મ વિરુદ્ધ હોવાનો અને તેમાં દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવી હોવાનો આરોપ લગાવતા કેસ કોર્ટમાં પહોંચ્યો છે. ઘણા લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી રહ્યા છે.


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube