અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનના કબ્જાએ દુનિયાને હચમચાવી નાખી છે. અફઘાનિસ્તાનની સરકારે તાલિબાન સામે ઘૂંટણિયા ટેકી દીધા. આ મુશ્કેલ સમયમાં દુનિયાભરમાંથી અફઘાનિસ્તાનના લોકો માટે દુઆઓ થઈ રહી છે. અફઘાનિસ્તાન જેવો ખુબસુરત દેશ એક સમયે પર્યટકોથી ભરેલો રહેતો હતો. ત્યાંનું કુદરતી સૌંદર્ય એવું જબરદસ્ત છે કે અનેક બોલીવુડ ડાયરેક્ટર્સે પણ અફઘાનિસ્તાનની ધરતી પર ફિલ્મ શૂટ કરવાનું જોખમ ઉઠાવ્યું હતું. આ ફિલ્મોનું શુટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્માત્મા
અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી પહેલી ફિલ્મ ધર્માત્મા હતી. 46 વર્ષ પહેલા 1975માં  રિલીઝ થયેલી આ ફિલ્મ એક્ટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ફિરોઝ ખાને બનાવી હતી. ફિલ્મમાં અફઘાનિસ્તાનની શાનદાર જગ્યાઓ દેખાડવામાં આવી હતી. ધર્માત્માનું ગીત  ક્યાં ખુબ લગતી હો બડી સુંદર લગતી હો...અફઘાનિસ્તાનના 'બામિયા બુદ્ધાઝ'માં શૂટ કરાયું હતું. જો કે બાદમાં તાલિબાને અમેરિકાની સેનાને પાઠ ભણાવવા માટે બુદ્ધની પ્રતિમાઓ તોડી નાખી હતી. 


એજન્ટ વિનોદ
સૈફ અલી ખાન અને કરીના કપૂરની ફિલ્મ એજન્ટ વિનોદના શરૂઆતના દ્રશ્યો અફઘાનિસ્તાનમાં શૂટ થયા છે. શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનેક દ્રશ્યો દસ્ત એ મર્ગોમાં ફિલ્માવવામાં આવ્યા હતા. રેતના ટીલાથી ભરેલા આ ખુબસુરત નજારાને દર્શકોએ ખુબ પસંદ કર્યા હતા. 


જાનશીન
ફરદીન ખાન અને સેલેના જેટલીની થ્રિલર  ફિલ્મ જાનશીનનું શુટિંગ પણ અફઘાનિસ્તાનમાં થયું હતું. એકવાર અફઘાનિસ્તાનમાં ફિલ્મ બનાવ્યા બાદ એક્ટર ડાયરેક્ટર ફિરોઝ ખાને ફરીથી આ જોખમ લીધુ હતું. જે સમયે આ ફિલ્મ બની તે વખતે અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે જંગનો માહોલ હતો. આટલા મોટા જોખમ છતાં ફિરોઝ ખાને અફઘાનિસ્તાનમાં પોતાની ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. વાત બની ગઈ અને ફિરોઝ ખાને કેટલાક દ્રશ્યો ત્યાં ફિલ્માવ્યા. 


Bollywood ની આ 8 ફિલ્મોએ બોલ્ડનેસમાં કરી તમામ હદો પાર...ધાબે સંતાઈને કે ધાબળો ઓઢીને જોવી પડે


તોરબાજ
નિર્દેશક ગિરિશ મલિકની ફિલ્મ તોરબાજ ગત વર્ષ રિલીઝ થઈ હતી. સંજય દત્ત, નરગિસ ફખરી, રાહુલ દેવ જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. ફિલ્મની કહાની અફઘાનિસ્તાનના ચાઈલ્ડ સ્યૂસાઈડ બોમ્બર્સ પર બની છે. તેનું શુટિંગ પણ અફઘાનિસ્તાનમાં થયું હતું. જો કે અફઘાનિસ્તાનમાં ફિલ્મના કેટલાક ભાગનું શુટિંગ કર્યા બાદ તેના અન્ય હિસ્સાનું Bishkek અને Kyrgyztan માં શુટિંગ થયું હતું. 


કાબુલ એક્સપ્રેસ
જ્હોન અબ્રાહમ અને અરશદ વારસી સ્ટારર ફિલ્મ કાબુલ એક્સપ્રેસનો ઘણો હિસ્સો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફિલ્માવવામાં આવ્યો હતો. વર્ષ 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મ તે સમયે આવી હતી જ્યારે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનની દહેશત ખતમ થઈ ગઈ હતી. ફિલ્મનું શુટિંગ ગ્રીન પેલેસ, બાલા હિસ્સાર ફોર્ટ, દારૂલ અમન પેલેસ અને પંજશીર ઘાટીમાં થયું હતું. 


Imlie ની આ અભિનેત્રીનું અસલ જીવન છે ખુબ જ દર્દભર્યું, પતિએ ગત વર્ષે કરી હતી આત્મહત્યા


ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાને આ શુટિંગ એક્સપીરિયન્સને શેર કરીને વર્ણવ્યો હતો. કબીર ખાને જણાવ્યું હતું કે તેમની ફિલ્મની કાસ્ટ અને ક્રુને તાલિબાન તરફથી મોતની ધમકીઓ મળી હતી. ફિલ્મમાં અફઘાનિસ્તાનના હનીફે પણ એક ભૂમિકા ભજવી હતી. જેને અસલ જીવનમાં એક્ટિંગમાં કરિયર બનાવવા બદલ તાલિબાનીઓએ અપહરણ કરીને ખુબ માર્યો હતો.  આ ફિલ્મ બનાવવા દરમિયાન અફઘાન સરકારે કડક સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. 


ખુદા ગવાહ
1992માં રિલીઝ થયેલી ફિલ્મ ખુદા ગવાહ દિગ્દર્શક મુકુલ એક આનંદે બનાવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતા. ખુદા ગવાહના કેટલાક દ્રશ્યોનું શુટિંગ કાબુલ અને મજાર એ શરીફમાં થયું હતું. 1991માં આ ફિલ્મના શુટિંગ સમયે તે સમયના તત્કાલિન રાષ્ટ્રપતિ મોહમ્મદ નજીબુલ્લાહે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી હતી. 


અત્રે જણાવવાનું કે 1996માં અફઘાનિસ્તાન પર કબ્જા બાદ તાલિબાનીઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ નજીબુલ્લાહને ખુબ નિર્દયતાથી પીટાઈ કરીને કાબુલના આરિયાના ચોકમાં એક ખંભે લટકાવી દીધા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube