Bollywood ની આ 8 ફિલ્મોએ બોલ્ડનેસમાં કરી તમામ હદો પાર...ધાબે સંતાઈને કે ધાબળો ઓઢીને જોવી પડે

અનેક ફિલ્મો એવી હોય છે જેમાં ડાયરેક્ટર ફેન્સની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને ખુબ બોલ્ડ કન્ટેન્ટ પીરસે છે. અત્યાર સુધીમાં બોલીવુડમાં આવી કેટલીય બોલ્ડ ફિલ્મો બની છે જે ફેન્સ પોતાના પરિવાર સાથે ક્યારેય જોઈ શકે નહીં.

બોલીવુડમાં દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે. પરંતુ તેમાંથી કેટલીક ફિલ્મો એવી હોય છે જે ફેન્સના દિલોદિમાગ પર રાજ કરે છે. જેમાં  અલગ અલગ જોનરની ફિલ્મ હોય છે. અનેક ફિલ્મો એવી હોય છે જેમાં ડાયરેક્ટર ફેન્સની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને ખુબ બોલ્ડ કન્ટેન્ટ પીરસે છે. અત્યાર સુધીમાં બોલીવુડમાં આવી કેટલીય બોલ્ડ ફિલ્મો બની છે જે ફેન્સ પોતાના પરિવાર સાથે ક્યારેય જોઈ શકે નહીં. વાત જાણે એમ છે કે આ ફિલ્મોમાં ઈન્ટિમેટ દ્રશ્યો ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે. આવી ફિલ્મો ફેન્સ એકલા જોવાનું જ પસંદ કરશે. એવી કેટલીક બોલ્ડ ફિલ્મો વિશે અમે તમને જણાવીએ છીએ. 

કામસૂત્ર

1/8
image

બોલીવુડની સૌથી બોલ્ડ ફિલ્મોની યાદીમાં કામસૂત્ર સામેલ છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ફિલ્મને લઈને ખુબ હોબાળો મચ્યો હતો. ફિલ્મમાં ખુબ ઈન્ટિમેટ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં અભિનેત્રીએ અનેક ન્યૂડ દ્રશ્યો આપ્યા હતા. 

મર્ડર

2/8
image

પડદા પર જ્યારે મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશમીની મર્ડર ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દરેક જણ આ ફિલ્મને જોઈને સ્તબ્ધ થયા હતા. લગ્ન પછી પણ પોતાના પ્રેમી સાથે સંબંધ બનાવતી યુવતીની કહાની લોકોને ગમી હતી. ફિલ્મમાં મલ્લિકા શેરાવતે ખુબ જ બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા અને બોલીવુડની સૌથી બોલ્ડ અભિનેત્રી બની હતી. 

ગર્લફ્રેન્ડ

3/8
image

આ ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઈશા કોપીકર, અમૃતા અરોડા, આશીષ ચૌધરી અને સુમીત નિઝાવન જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોલ્ડનેસની વ્યાખ્યા જ બદલી નાખી હતી. ઈશા કોપીકર અને અમૃતા અરોરાએ અનેક બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. 

હવસ

4/8
image

હવસ ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થઈ હતી. જે એક એરોટિક થ્રિલર ડ્રામા હતી. ફિલ્મમાં મેઘના નાયડુ, શાવર અલી અને તરુણ અરોરા હતા. ફિલ્મના નામથી જ ઘણું સ્પષ્ટ થઈ જાય છે. ફિલ્મમાં બોલ્ડનેસની તમામ હદો પાર થઈ ગઈ હતી. 

જૂલી

5/8
image

નેહા ધૂપિયાની ફિલ્મ જૂલીના ફેન્સ કદાચ જ ભૂલી શકશે. વર્ષ 2004માં રિલીઝ થયેલી એક એરોટિક બોલીવુડ ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મમાં ચોકરા, નેહાનું વારંવાર શોષણ કરે છે. ફિલ્મમાં નેહાએ અનેક બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા જેને જોઈને ફેન્સ તેના દિવાના બની ગયા હતા. 

જિસ્મ-2

6/8
image

જિસ્મ-2 ફિલ્મમાં અનેક એવા દ્રશ્યો હતા જેને કારણે તમારે આ ફિલ્મ એકલા જ જોવી પડે. ફિલ્મ પરિવાર સાથે બેસીને જોઈ શકાય નહીં. ફિલ્મમાં સની લિયોનના સેક્સી દ્રશ્યોને દિગ્દર્શકે ખુબ કુશળતાથી રજુ કર્યા હતા. ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. 

બી.એ.પાસ

7/8
image

બી.એ.પાસ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અજય બહલ અને નિર્માણ નરેન્દ્ર સિંહે કર્યું હતું. ફિલ્મમાં શિલ્પા શુક્લા, શાદાબ કમલ, રાજેશ શર્મા, અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં જોવા મળ્યું હતું કે એક છોકરો પોતાની હવસખોર મકાન માલિકણને ખુશ કરવા માટે તેની સાથે વારંવાર સંબંધ બનાવે છે. 

આસ્થા: ઈન ધ પ્રિઝન ઓફ સ્પ્રિંગ

8/8
image

આ ફિલ્મ વર્ષ 1997માં રિલીઝ થયેલી એક ઈરોટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન બાસુ ભટ્ટાચાર્યે કર્યું હતું. આ બોલ્ડ કન્ટેન્ટની ફિલ્મમાં લીડ રોલમાં રેખા અને ઓમ પુરી હતા.