Tripti Dimri Fees: એનિમલ ફિલ્મમાં ભાભી ટુ નું પાત્ર ભજવીને તૃપ્તિ ડીમરીની કિસ્મત રાતોરાત ચમકી ગઈ. હવે આ અભિનેત્રી કાર્તિક આર્યન સાથે ભૂલભૂલૈયા 3 માં જોવા મળશે. જોકે ભુલભુલૈયા 3 ફિલ્મમાં તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી ની સાથે તેની ફીની ચર્ચા પણ થઈ રહી છે. એનિમલ ફિલ્મની સફળતા પછી અભિનેત્રીએ પોતાની ફી ડબલ કરી દીધી છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે એનિમલ ફિલ્મ પછી તૃપ્તિ ડીમરીની ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીમાં કેટલી વધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Photo: સારા અલી ખાને પહેરેલી આ સીમ્પલ સાડી છે ભયંકર મોંઘી, પોટલી બેગ તો સૌથી મોંઘી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયા સેનસેશન બની ગયેલી તૃપ્તિ ના ફોલોવર્સ પણ લાખોની સંખ્યામાં વધ્યા છે. પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અભિનેત્રીએ ફી પણ વધારી દીધી છે. સાથે જ તેને ફિલ્મમાં લીડ રોલ પણ ઓફર થયો છે. એનિમલ ફિલ્મમાં તે ખૂબ જ શોર્ટ રોલમાં જોવા મળી હતી. 


આ પણ વાંચો: Video: શાહિદની પત્ની મીરા કપૂરે ગરીબ બાળકો સાથે કર્યું એવું વર્તન કરે થઈ ગઈ ટ્રોલ


રિપોર્ટ્સ અનુસાર ભુલભુલૈયા 3ના મેકર છે તૃપ્તિ ડીમરી ની ફીની વાત માની લીધી છે. સંદીપ રેડી વાંગાની ફિલ્મ એનિમલ માટે તૃપ્તિને 40 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે હવે તેણે પોતાની ફી 80 લાખ કરી દીધી છે. ભૂલભૂલૈયામાં તૃપ્તિ જેની સાથે કામ કરવાની છે તે કાર્તિક આર્યન એક ફિલ્મ માટે 35 થી 50 કરોડનો ચાર્જ કરે છે. 


ફિલ્મ ભૂલભૂલૈયા 3 માં તૃપ્તિ ડીમરીની ઓફિશિયલ એન્ટ્રી થઈ ચૂકી છે. અનીસ બજમીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી ઉપરાંત વિદ્યા બાલન પણ મુખ્ય ભૂમિકામાં હશે. 


આ પણ વાંચો: બ્રહ્માસ્ત્ર થી લઈ OMG 2... ભગવાન શિવની શક્તિ દર્શાવે છે બોલીવુડની આ 5 ફિલ્મો


એનિમલ ફિલ્મથી તૃપ્તિ ડિમરી રાતોરાત સ્ટાર બની ગઈ છે. એનિમલ રિલીઝ થઈ તે પહેલા તૃપ્તિ ડીમરીના સોશિયલ મીડિયા પર ફોલોવર્સ પણ ખૂબ જ ઓછા હતા. એનિમલ ફિલ્મ હીટ થવાની સાથે જ તૃપ્તિના ફેન ફોલોઇંગની સંખ્યા પણ લાખોમાં પહોંચી ગઈ છે. ઈંસ્ટા પર તૃપ્તિને પાંચ મિલિયન લોકો ફોલો કરે છે.