પાલઘર મોબ લિંચિંગ પર બોલ્યા ફરાન અને જાવેદ અખ્તર, જાણો શું કહ્યું
મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલી ત્રણ હત્યાના હવે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. જાવેદ અને ફરાન અખ્તરે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પાલઘર (Palghar)માં બે સંતો અને તેના એક ડ્રાઇવરની હત્યા થવા પર નારાજગી વ્યક્ત કરતા જાવેદ અખ્તર (Javed Akhtar)એ આકરા શબ્દોમાં નિંદા કરીને હિંસાનો વિરોધ કર્યો છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું, 'જે લોકો બે સાધુઓ અને તેના ચાલકની લિંચિંગ માટે જવાબદાર છે, તેને કોઈપણ કિંમતે છોડવા જોઈએ નહીં. સભ્ય સમાજમાં બર્બર અને જધન્ય ગુના માટે કોઈપણ પ્રકારની સહનશીલતા હોવી જોઈએ નહીં.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર