Adipurush: આદિપુરુષ ફિલ્મ સતત ચર્ચામાં છે. પ્રભાસ અને ક્રિતી સેનન ની આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવાની છે. ફિલ્મનું જોર શોર થી પ્રમોશન ચાલી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ફિલ્મ મેકર્સે ફિલ્મનું પહેલું ગીત જય શ્રી રામ રિલીઝ કર્યું હતું. આ ગીત લોકોને એટલું ગમ્યું કે અત્યાર સુધીમાં 86 મિલિયન થી વધુ વ્યુ તેને મળ્યા છે. બુધવારે આ ફિલ્મનું નવું વર્ઝન પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેને અરિજિત સિંહે અવાજ આપ્યો છે.. તેવામાં હવે આ ફિલ્મનું બીજું ગીત ટૂંક સમયમાં જ રિલીઝ થવાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


સ્પાઈ યુનિવર્સમાં ઈન્ટરનેશનલ સ્ટારની એન્ટ્રી, આ હોલીવુડ સ્ટાર જોવા મળશે સલમાન સાથે


પરિણીતિના થનાર પતિ રાઘવ ફક્ત રાજનીતિ જ મોડલિંગ પણ કરે છે, જુઓ રાઘવની રેંપ વોક


The Kerala Story ફિલ્મ માટે અદા ખાનને મળ્યા સૌથી વધુ પૈસા, જાણો સ્ટાર કાસ્ટની ફી


આદિપુરુષનું પહેલુ ગીત સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયું છે. મેકર્સને આશા છે કે તેમના બીજા ગીતને પણ એટલું જ પસંદ કરવામાં આવશે. પહેલા ગીતની સફળતાને જોઈને ફિલ્મ મેકર્સ બીજું ગીત રામ સીયારામ રિલીઝ કરવા જઈ રહ્યા છે. 


ઓમ રાઉત ફિલ્મ નું બીજું ગીત 29 મે 2023 ના રોજ બપોરે 12:00 કલાકે રિલીઝ કરશે. આ ગીત હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. આ ગીતને સચેત અને પરંપરાએ ગાયું છે. આ ગીતના શબ્દો મનોજ મુંતશિરે લખ્યા છે.


ઓમ રાવત ની ફિલ્મ આદિપુરુષ 16 જૂને સેના ઘરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ, સેફ અલી ખાન, દેવદત્ત ગજાનંદ નાગે વત્સલ્ય શેઠ, સોનલ ચૌહાણ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. ફિલ્મનું બજેટ 600 કરોડથી વધુનું છે.