સ્પાઈ યુનિવર્સમાં ઈન્ટરનેશનલ સ્ટારની એન્ટ્રી, આ હોલીવુડ અભિનેત્રી જોવા મળશે સલમાન ખાનની Tiger 3

Tiger 3: સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી ટાઇગર 3 માં જોવા મળશે. જો કે ટાઈગર 3 ને લઈને એક નવી જાણકારી સામે આવી છે. આ ફિલ્મમાં હોલીવુડ અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવી છે. એટલે કે યશરાજ ફિલ્મ્સનું સ્પાય યુનિવર્સ હવે ઈંટરનેશનલ બની ગયું છે.

સ્પાઈ યુનિવર્સમાં ઈન્ટરનેશનલ સ્ટારની એન્ટ્રી, આ હોલીવુડ અભિનેત્રી જોવા મળશે સલમાન ખાનની Tiger 3

Tiger 3: થોડા સમય પહેલા આવેલી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ભલે ફ્લોપ રહી હોય પરંતુ તેમ છતાં હવે લોકોની નજર ટાઈગર 3 પર છે. સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી ટાઇગર 3 માં જોવા મળશે. જો કે ટાઈગર 3 ને લઈને એક નવી જાણકારી સામે આવી છે. આ ફિલ્મમાં હોલીવુડ અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવી છે. એટલે કે યશરાજ ફિલ્મ્સનું સ્પાય યુનિવર્સ હવે ઈંટરનેશનલ બની ગયું છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન એક હોલીવુડ અભિનેત્રી કેમિયો રોલમાં જોવા મળશે.  

આ પણ વાંચો:

ફિલ્મમાં જે કપડાં પાછળ થાય છે લાખોનો ખર્ચ તે કપડાનું શૂટિંગ પછી શું થાય છે જાણો
 
રેસિડેન્ટ ઈવિલ 6, મોર્ટલ કોમ્બેટ: લેગસી, બુલેટ ટ્રેન જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી મિશેલ લી ટાઈગર 3માં જોવા મળશે. મિશેલ એક સ્ટંટ માસ્ટર છે તેથી એવું માનવામાં આવતું હતું કે તે ટાઈગર 3 માં સ્ટંટ ડિરેક્ટર તરીકે જોડવાની છે. પરંતુ હવે સામે આવ્યું છે કે આ ફિલ્મમાં તેનો મહત્વનો રોલ છે. તાજેતરમાં મિશેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં આ ફિલ્મ માટે ઘણા સમય પહેલા શૂટિંગ કર્યું હતું. તે આ ફિલ્મમાં મહત્વનો રોલ કરી રહી છે અને તેનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવ્યું હતું.

મિશેલે જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે ખૂબ જ ભવ્ય સેટ બનાવવામાં આવ્યા હતા. આ સેટ હોલીવુડની હિટ ફિલ્મ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનના લેવલના હતા. મિશેલે જણાવ્યું કે ફિલ્મમાં લીડ એક્ટ્રેસ કેટરિના કૈફ સાથે પણ તેનો એક સીન છે. તેણે કહ્યું હતું કે આ સીન સ્ક્રીન પર જોવા તે આતુર છે. ઉલ્લેખનીય છે કે ટાઈગર 3 આ વર્ષે 10 નવેમ્બરે રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news