Amitabh Bachchan Tweet: અમિતાભ બચ્ચન અને ટ્વીટર બંને ફરી એકવાર ચર્ચામાં છે. આ ચર્ચાની શરૂઆત ક્યારે થઈ હતી જ્યારે ટ્વિટર પરથી બ્લુ ટીક હટાવી દેવામાં આવ્યા હતા. આ યાદીમાં અમિતાભ બચ્ચનનું નામ પણ હતું. ત્યાર પછી અમિતાભ બચ્ચનને ટ્વીટરે બ્લુટિક માટે જાહેર કરેલા પૈસા ભરી દીધા અને તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક પરત પણ આવી ગયું. પરંતુ તેમ છતાં તેઓ એલન મસ્ક થી નારાજ છે. આ નારાજગીના કારણે તેમણે ટ્વિટર પર એક એવી ટ્વિટ કરી છે જે ફરીથી વાયરલ થવા લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


"તુ ચીઝ બડી હૈ મસ્ક મસ્ક...." બ્લૂ ટિક મળી જતા અમિતાભ બચ્ચને આ રીતે માન્યો આભાર


દેશને હચમચાવી દેનાર હત્યા પર આધારિત ડોક્યૂમેંટ્રી સીરીઝ ડાન્સિંગ ઓન ધ ગ્રેવ રિલીઝ


Twitter એ બ્લુ ટીક રીમુવ કર્યા પછી Amitabh Bachchan એ આપ્યું રીએકશન, વાયરલ થઈ ટ્વીટ


અમિતાભ બચ્ચનની ટ્વિટરથી નારાજગી એટલા માટે છે કે હવે એમ જાહેર કરવામાં આવ્યું છે કે જે ટ્વિટર યુઝર્સના એક મિલિયન એટલે કે દસ લાખથી વધુ ફોલોવર્સ હશે તેમને બ્લુટિક ફ્રી મળશે. તેવામાં અમિતાભ બચ્ચનને પોતાના લેટેસ્ટ ટ્વીટમાં આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ભોજપુરી અંદાજમાં એલન મસ્ક પર નિશાન સાધ્યું છે. 



અમિતાભ બચ્ચનને તેની ટ્વિટમાં લખ્યું છે કે બ્લુટિક માટે પૈસા ભરાવી લીધા અને હવે કહો છો કે એક મિલિયન ફોલોવર્સ હોય તેને ફ્રીમાં મળશે. તેમના પૈસા હજમ થઈ ગયા.. અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર તેમના ફેન્સ પણ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. 


મહત્વનું છે કે ટ્વિટર એ થોડા સમય પહેલાં જાહેર કર્યું હતું કે બ્લુ ટિક સબસ્ક્રિપ્શન માટે ચાર્જ ભરવો પડશે. જેના માટે 650 રૂપિયા દર મહિને ચાર્જ ભરવો પડશે. જો યુઝર એક વર્ષ માટે સબ્સ્ક્રાઇબ છે તો તેને 6,800 નો પ્લાન ખરીદવો પડશે. આ ચાર્જ એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે અલગ અલગ છે. આઈ ઓ એસ યુ સર સે વર્ષે 9400 અને દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે.