Twitter એ બ્લુ ટીક રીમુવ કર્યા પછી Amitabh Bachchan એ આપ્યું રીએકશન, એલન મસ્કને માર્યો ટોણો..

Amitabh Bachchan tweet viral: ટ્વીટર અકાઉન્ટ પરથી બ્લુટીક રીમુવ થઈ જતા અમિતાભ બચ્ચનને મજેદાર અંદાજમાં ટ્વિટ કરી રિએક્શન આપ્યું છે. અમિતાભ બચ્ચનને જે અંદાજમાં twitter ને બ્લુટીક ફરીથી લગાવવાની વાત કરી છે તે જોઈને તમે પણ હસી પડશો. અમિતાભ બચ્ચનની આ ટ્વીટ હવે વાયરલ થઈ રહી છે. 
 

Twitter એ બ્લુ ટીક રીમુવ કર્યા પછી Amitabh Bachchan એ આપ્યું રીએકશન, એલન મસ્કને માર્યો ટોણો..

Amitabh Bachchan tweet viral:  21 એપ્રિલ ની સવાર ભારતીય સેલિબ્રિટીઝ માટે મોટો ઝટકો હતી. કારણ કે સવારમાં બધા જ ના ટ્વીટર એકાઉન્ટ પરથી બ્લુટીક ગાયબ થઈ ગયા હતા. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનથી લઈ વિરાટ કોહલી સુધીના દિગ્ગજ લોકોના નામ છે. આ વાત જંગલમાં આગ ફેલાય તે રીતે ફેલાઈ ગઈ. જોકે twitter તરફથી આ અંગે પહેલાથી જ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે સબસ્ક્રીપશન વાળા એકાઉન્ટમાં જ બ્લુટીક રહેશે. આ સિવાયના એકાઉન્ટમાંથી 20 એપ્રિલે બ્લુટિક હટાવી દેવામાં આવશે. 

આ પણ વાંચો:

ટ્વીટર અકાઉન્ટ પરથી બ્લુટીક રીમુવ થઈ જતા અમિતાભ બચ્ચનને મજેદાર અંદાજમાં ટ્વિટ કરી રિએક્શન આપ્યું છે. અમિતાભ બચ્ચનને જે અંદાજમાં twitter ને બ્લુટીક ફરીથી લગાવવાની વાત કરી છે તે જોઈને તમે પણ હસી પડશો. અમિતાભ બચ્ચનની આ ટ્વીટ હવે વાયરલ થઈ રહી છે. અમિતાભ બચ્ચને મજેદાર અંદાજમાં ટ્વિટ કરીને લખ્યું છે કે, " ટ્વીટર ભાઈ સાંભળો છો ? હવે તો પૈસા પણ ભરી દીધા, તો પછી જે નીલકમલ હોય છે અમારા નામની આગળ તે પાછું લગાડી દો ભાઈ... જેથી લોકો ઓળખી શકે કે હું જ અમિતાભ બચ્ચન છું. હાથ જોડી લીધા હવે પગ જોડવા પડશે ? "

— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023

અમિતાભ બચ્ચન ટ્વિટર વડે પોતાના ફોલોવર્સ સાથે જોડાયેલા રહે છે તેવામાં તેમણે જે અંદાજથી ટ્વિટ કર્યું છે તે જોઈને ટ્વિટર પર લોકો ખુશખુશાલ થઈ ગયા છે અને તેમની ટ્વીટ ઉપર રિએક્ટ કરી રહ્યા છે. જોકે 19 એપ્રિલે પણ તેમણે આવી જ કંઈક ટ્વિટ કરી હતી જે પણ વાયરલ થઈ હતી. તેમણે આ ટ્વીટમાં એલન મસ્ક ને રિક્વેસ્ટ કરી હતી કે twitter માં એડિટ ઓપ્શન પણ આપી દો. કારણ કે વારંવાર ભૂલ થઈ જાય છે...

 

— Amitabh Bachchan (@SrBachchan) April 19, 2023

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news