સુશાંત મામલે FIR નોંધાયા બાદ બહેન શ્વેતા સિંહ કીર્તિનું સામે આવ્યું પ્રથમ રિએક્શન
બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની સામે સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતાએ પટનામાં એફઆઇઆર નોંધાવી છે. એફઆઇઆર નોંધાયા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિનું પ્રથમ રિએક્શન પણ સામે આવ્યું છે. સુંશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેના ભાઇને ન્યાય અપાવવાની માંગ કરી છે.
મુંબઇ: બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની સામે સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતાએ પટનામાં એફઆઇઆર નોંધાવી છે. એફઆઇઆર નોંધાયા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિનું પ્રથમ રિએક્શન પણ સામે આવ્યું છે. સુંશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેના ભાઇને ન્યાય અપાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો:- સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ ઝડપી, પટના સિટી SP વિનય તિવારી આપ્યું આ મોટું સ્ટેટમેન્ટ
તેમણે લખ્યું, 'જો સત્યથી કોઈ ફરક પડતો નથી, તો કંઈપણ ક્યારેય ફરક પડશે નહીં.' આ સાથે તેમણે હેશટેગની સાથે જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત લખ્યું હતું. આ અગાઉ શ્વેતા સિંહ કીર્તિએ એક યૂઝર્સના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તે મુંબઈ પોલીસના રિપોર્ટ બાદ સીબીઆઈ તપાસની માંગ કરી શકે છે.
આ પણ વાંચો:- Sushant Suicide Case: બિહાર પોલીસને તેના ઘરે ના મળી Rhea Chakraborty
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube