નવી દિલ્હી: ટીવીના સૌથી વિવાદિત શો 'બિગ બોસ-13'ની પ્રસિદ્ધ હરીફ શહનાઝ ગિલ અને સિંગર ટોની કક્કડ નવા ગીત કુર્તા પજામામાં સાથે જોવા મળશે. ટોનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સોન્ગનું એક પોસ્ટર શેર કરતા લખ્યું, કુર્તા પજામા, શહનાઝ ગિલની સાથે. 17 જુલાઇના રિલીઝ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 'લવ સ્ટોરી'થી બોલિવુડમાં છવાયા હતા કુમાર ગૌરવ, B'day પર જાણો હવે ક્યાં છે આ સ્ટાર


ગીતના આ પોસ્ટરમાં શહનાઝ કાળા રંગના ઓફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. જ્યારે ટોની એક ફંકી ડ્રેસ અપમાં જોવા મળી રહ્યો છે. રાહુલ શેટ્ટીએ કુર્તા પજામા ગીતનું નિર્દેશન કર્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલા શહનાઝ ગિલ દર્શન રાવલના મ્યૂઝિકલ સિંગલ 'ભુલા દુંગા'માં સિદ્ધાર્થ શુક્લાની સાથે જોવા મળી હતી.


પૂર્ણિયામાં સુશાંતના નામે રોડનું નામાંકરણ, VIDEO જોઇ ફરી ભાવુક થયા લોકો


સિદ્ધાર્થ શુક્લાની સાથે શહનાઝ ગિલની જોડી લોકોને 'ભુલા દુંગા'માં ખુબ જ પંસદ આવી હતી. એટલું જ નહીં, આ સોન્ગને યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં 7 કરોડથી વધારે વખત જોવામાં આવ્યું છે. સોન્ગમાં શહનાઝ અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમેસ્ટ્રીને જોઇ ચાહકો તેમનું દિલ હારી બેઠા છે. દર્શન રાવલ દ્વારા ગાવવામાં આવેલું આ સોન્ગમાં હાર્ટબ્રેક અને પ્રેમની સ્ટોરીને ઘણી ખુબશૂરતી સાથે દેખાડવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube