'લવ સ્ટોરી'થી બોલિવુડમાં છવાયા હતા કુમાર ગૌરવ, B'day પર જાણો હવે ક્યાં છે આ સ્ટાર

80 ના દાયકાના અભિનેતા કુમાર ગૌરવ (Kumar Gaurav)એ 1જલ્દીથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. પહેલી જ ફિલ્મ સુપરહિટ આપનાર કુમાર ગૌરવે ઇન્ડસ્ટ્રીમાં એક ચોકલેટી અને રોમેન્ટીક હીરોની જગ્યા બનાવી હતી. કુમાર ગૌરવ આજે તેમનો 60મોં જન્મદિવસ ઉજવી રહ્યાં છે. બોલીવુડના સુપરસ્ટાર રહેલા રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવનો જન્મ ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો અને આજે તેઓ ઇન્ડસ્ટ્રીથી દુર ક્યાં છે, શું કરી રહ્યાં છે, આ બધી વાતો જાણવા તેમના ફેન્સ પણ ખાસ ઉત્સુક હશે.

Updated By: Jul 11, 2020, 10:53 AM IST
'લવ સ્ટોરી'થી બોલિવુડમાં છવાયા હતા કુમાર ગૌરવ, B'day પર જાણો હવે ક્યાં છે આ સ્ટાર

નવી દિલ્હી: 80 ના દાયકાના અભિનેતા કુમાર ગૌરવ (Kumar Gaurav)એ 1જલ્દીથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. પહેલી જ ફિલ્મ સુપરહિટ આપનાર કુમાર ગૌરવે ઇન્ડસ્ટ્રીમાં એક ચોકલેટી અને રોમેન્ટીક હીરોની જગ્યા બનાવી હતી. કુમાર ગૌરવ આજે તેમનો 60મોં જન્મદિવસ ઉજવી રહ્યાં છે. બોલીવુડના સુપરસ્ટાર રહેલા રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવનો જન્મ ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો અને આજે તેઓ ઇન્ડસ્ટ્રીથી દુર ક્યાં છે, શું કરી રહ્યાં છે, આ બધી વાતો જાણવા તેમના ફેન્સ પણ ખાસ ઉત્સુક હશે.

આ પણ વાંચો:- પૂર્ણિયામાં સુશાંતના નામે રોડનું નામાંકરણ, VIDEO જોઇ ફરી ભાવુક થયા લોકો

ડેબ્યુ ફિલ્મ
1981માં આવેલી ફિલ્મ 'લવ સ્ટોરી'થી કુમાર ગૌરવે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર બંપર હિટ સાબિત થઈ. કુમાર ગૌરવના ચોકલેટી ચહેરાએ દર્શકોનું દીલ જીત્યું હતું. છોકરીઓ કુમાર ગૌરવની માસૂમિયત પર ઘાયલ થઈ ગઈ હતી. આ ફિલ્મને તેમના પિતા રાજેન્દ્ર કુમારે જ પ્રોડ્યૂસ કરી હતી. એટલું જ નહીં ફિલ્મમાં તેમનો રોલ પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:- આય હાય....  આ એક્ટ્રેસનો આખેઆખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો

આ બોલિવુડ ફિલ્મમાં જોવા મળ્યા
કુમાર ગૌરવ તેમના ફિલ્મ કરિયરમાં 50 ફિલ્મો પણ પુરી કરી શક્યા નથી. લવ સ્ટોરી બાદ ફિલ્મ નામમાં તેવો ચર્ચામાં આવ્યા ન હતા. આ ઉપરાંત કુમારે કરેલી બધી ફિલ્મો નિષ્ફળ ગઈ હતી. તેરી કસમ, લવર્સ, હમ હે લાજવાબ, આજ, ગુંજ, ફૂલ, ગેંગ, કાંટે, માઇ ડેડી સ્ટ્રોગેસ્ટ આ તમામ કુમાર ગૌરવની ફિલ્મ છે જે રિલિઝ તો થઈ પણ ક્યારે જતી રહી તે ખબર ના પડી.

આ પણ વાંચો:- સ્કૂલના દિવસોમાં કંઇક આવી દેખાતી હતી જાણિતી અભિનેત્રી, નામ જાણી થઇ જશો Shocked

સુપરસ્ટાર પિતાના પુત્ર
રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો તો લોકોને તેમનાથી ઘણી આસા હતી. પહેલી ફિલ્મ સુપરહિટ આપ્યા બાદ લાગ્યું હતું કે, કુમાર લાંબી રેસના ઘોડા છે અને પિતાની જેમ તેઓ પણ ફિલ્મની દુનિયામાં ઘણી નામના મેળવશે. પરંતુ એવું થયું નહીં. કુમારે વર્ષ 2009માં છેલ્લી ફિલ્મ બીહડમાં કામ કર્યું અને ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી વિદાઇ લીધી હતી.

આ પણ વાંચો:- વિકાસ દુબે એન્કાઉન્ટર: કંઇક આવુ હતું તાપસી પન્નુનું રિએક્શન, સોશિયલ મીડિયા પર વાહવાહ

બિઝનેસ જગતમાં કમાઇ રહ્યાં છે નામ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કુમાર ગૌરવનો સિક્કો ચાલ્યો નહીં પરંતુ તેઓ આજે એક મોટા બિઝનેસમેન છે અને તેમના જીવનથી તેઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ પણ છે.

આ પણ વાંચો:- સલમાન ખાન અને અક્ષય કુમારની ટક્કર થશે નહી, 'રાધે'ને લઇને આવ્યા મોટા સમાચાર

તમને જણાવી દઇએ કે, કુમાર ગૌરવ સંજય દત્તના બનેવી છે. સંજય દત્તની બહેન નમ્રતા દત્ત સાથે તેમના લગ્ન થયા અને બંનેને બે દીકારીઓ સાચી કુમાર અને સિયા કુમાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube