`કબીર સિંઘ`ની ધમાકેદાર સફળતા પછી શાહિદ કપૂરે વધારી ફી, જાણીને આંખો થશે પહોળી
શાહિદ કપૂરની તાજેતરમાં જ આવેલી ફિલ્મ `કબીર સિંઘ` બોક્સ ઓફિસ પર સફળતાના એક પછી એક શિખર સર કરી રહી છે ત્યારે તેના અભિનેતાએ હવે પોતાની ફીમાં તોતિંગ વધારો કર્યો છે
નવી દિલ્હીઃ બોલિવૂડના અભિનેતા શાહિદ કપૂરની તાજેતરમાં જ આવેલી ફિલ્મ 'કબીર સિંઘ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દક્ષિણની ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની રીમેક એવી આ ફિલ્મે શાહિદની કારકિર્દીને એક નવો વળાંક આપ્યો છે. 'કબીર સિંઘ'ની ધમાકેદાર સફળતા પછી શાહિદ પાસે વધુ એક તેલુગુ ફિલ્મ 'જર્સી'ની હિન્દી રીમેકની ઓફર આવી છે. શાહિદ કપુરે 'કબીર સિંઘ' બ્લોકબ્લસ્ટર સાબિત થયા પછી પોતાની ફીમાં વધારો કરી દીધો છે.
શાહિદ કપૂર અગાઉ એક ફિલ્મ માટે રૂ.10થી 12 કરોડ લેતો હતો, પરંતુ 'કબીર સિંઘ' ફિલ્મે બોક્સ ઓફિસ પર જે રીતે સફળતાના ડંકા વગાડ્યા છે તે જોતાં શાહિદે હવે નવી ફિલ્મ માટે પોતાની ફી રૂ.40 કરોડ કરી નાખી છે.
3 દિગ્ગજ અભિનેતાઓનો થશે જોરદાર મુકાબલો, ઇન્ટરનેટ પર છવાયું 'પ્રણામ'નું ટીઝર
અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર એક ક્રિકેટરની લાઈફ પર બનેલી ફિલ્મ 'જર્સી' માટે જ્યારે શાહિદનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે આ ફિલ્મ માટે રૂ.40 કરોડ માગ્યા છે. ફિલ્મ 'જર્સી' એક ક્રિકેટરની લાગણીશીલ સફર દર્શાવે છે, જે ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે સ્ટ્રગલ કરે છે.
[[{"fid":"225575","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ઉલ્લેખનીય છે કે, 'કબીર સિંઘ' દક્ષિણના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિન્દી રીમેક છે. 'કબીર સિંઘ'માં શાહિદ કપૂર અને કિયારા આડવાણી મુખ્ય ભૂમિકામાં છે. તેલુગુમાં આ ડિરેક્શન કરનારા સંદીપ વાંગા રેડ્ડીએ જ હિન્દી રીમેકનું પણ દિગ્દર્શન કર્યું હતું.
જૂઓ LIVE TV....