Aishwarya Abhishek Divorce: ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી લવેબલ કપલ્સમાંથી એક છે. એશ્વર્યા અને અભિષેક જ્યારે ફેન્સની સામે આવે છે ત્યારે તેમની વચ્ચેનો પ્રેમ બધાને આકર્ષિત કરે છે. અનેક લોકો અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનને બોલીવુડનું આઈડલ કપલ માને છે. બોલીવુડના આ કપલને લઈને ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે તેમના ફેન્સને નિરાશ કરી શકે છે. મીડિયામાં ફેલાઈ રહેલ સમાચાર પ્રમાણે અભિષેક અને એશ્વર્યાની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. જી,હા અમે મજાક કરી રહ્યા નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની વચ્ચે છૂટાછેડાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રેખા જ્યારે પહેલીવાર સાસરે ગઈ તો સાસુએ મારવા માટે હાથમાં લઈ લીધું ચપ્પલ અને પછી....


પ્રિયંકા ચોપડાએ દીકરી માલતી સાથે કરી સિદ્ધિવિનાયકની પૂજા, શેર કરી તસવીરો


'રામાયણ'ના રાવણે Hema Malini ને જડી દીધી હતી 20 થપ્પડ, જાણો શું હતું કારણ


જો તમે વિચારી રહ્યા હશો કે એવું તો શું થયું કે અભિ-એશની વચ્ચે છૂટાછેડાની પરિસ્થિતિ સર્જાઈ. તમને જણાવી દઈએ કે અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન હાલમાં નીતા મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરની લોન્ચિંગ ઈવેન્ટ પર ગઈ હતી. આ ઈવેન્ટ પર એશની સાથે અભિષેક જોવા મળ્યો ન હતો. આ જ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ બંનેની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી.

અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન નીતા મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરની લોન્ચિંગ ઈવેન્ટમાં પુત્રી આરાધ્યાની સાથે જોવા મળી હતી. એશ અને આરાધ્યાની તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. જેના પર લોકોએ મન ભરીને પ્રેમ વરસાવ્યો હતો. જ્યારે આરાધ્યા અને એશના આ ફોટો ઈન્ટરનેટ પર આવ્યા હતા ત્યારે લોકોએ સવાલ કર્યો હતો કે અભિષેક ક્યાં છે.?