પ્રિયંકા ચોપડાએ દીકરી માલતી સાથે કરી સિદ્ધિવિનાયકની પૂજા, શેર કરી તસવીરો

Priyanka Chopra Jonas With Daughter Malti: પ્રિયંકા ચોપડા હાલ પોતાના પતિ નીક જોનસ અને દિકરી માલતી સાથે ભારતની મુલાકાતે આવી છે. થોડા દિવસો પહેલા જ પ્રિયંકા ચોપડા પોતાના પતિ અને દીકરી સાથે મુંબઈ પહોંચી હતી. એરપોર્ટ પરની ત્રણેયની તસવીરો સતત ચર્ચામાં રહી હતી. ત્યાર પછી પ્રિયંકા ચોપડા પોતાના પતિ ની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી આયોજિત ઇવેન્ટમાં સામેલ થઈ હતી. તે સમયે પણ તે ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. 

1/4
image

વધુ એક વખત પ્રિયંકા ચોપડાની તસ્વીરો વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપડાએ પોતાની દીકરી મારી સાથે સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કર્યા હતા. સિદ્ધિવિનાયક મંદિર મુંબઈનું લોકપ્રિય મંદિર છે અને અહીં ઘણી વખત સ્ટાર પણ દર્શન કરવા આવે છે. તાજેતરમાં જ પ્રિયંકા પોતાની દીકરીને લઈને ગણપતિ બાપા ના આશીર્વાદ લેવા પહોંચી હતી. 

2/4
image

સિદ્ધિવિનાયક મંદિરે તેને દીકરી સાથે પૂજા કરી હતી. પ્રિયંકાની સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતની તસવીરો વાયરલ થઈ રહી છે. પૂજા કરતી વખતે પ્રિયંકાએ પોતાની દીકરીને તેડી રાખી હતી. પ્રિયંકા એ આ તસવીરો instagram પર પણ શેર કરી હતી. 

3/4
image

Instagram પર તસવીર શેર કરીને તેને કેપ્શનમાં લખ્યું હતું કે માલતી મેરીની ભારત મુલાકાત સિદ્ધિવિનાયકના આશીર્વાદ સાથે પૂરી થવાની હતી. મહત્વનું છે કે પ્રિયંકા છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં જ રહે છે. વર્ષ 2018 માં તેણે નિક જોનસ સાથે લગ્ન કર્યા.

4/4
image

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં બંને માતા-પિતા બન્યા. તેમની દીકરી માલતીનો જન્મ સરોગસી દ્વારા થયો છે. મલ્ટીના જન્મ પછી પ્રિયંકા ના ચાહકો તેની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. પ્રિયંકા જ્યારે ભારત આવી તો તેણે પોતાની દીકરીનો ચહેરો મીડિયા સામે પહેલી વખત દેખાડ્યો હતો.