અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે બંને વચ્ચે ઠીક નથી. તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને જલદી બંને અલગ થઈ શકે છે. આ અફવાઓ વચ્ચે જૂનિયર બચ્ચનનું નામ એક બોલીવુડ અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે જેનાથી તેમની મુશ્કેલીઓ વધી છે. ફેન્સ આવા સમાચારોને લઈને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે જે અફવાઓ ઉડી રહી છે તેમાં અભિષેકનું નામ તેની એક સહકલાકાર સાથે જોડવામાં આવી રહ્યું છે. જેણે દસવી ફિલ્મમાં અભિષેક સાથે કામ કર્યું હતું. એટલું જ નહીં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ટ્રોલ્સનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પરંતુ લંચ બોક્સ જેવી શાનદાર ફિલ્માં જોવા મળેલી નિમ્રત કૌર છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના કમેન્ટ બોક્સમાં અભિનેત્રીને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. આ સાથે જ ફેન્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 



અભિનેત્રી સાથે જોડાયું અભિષેકનું નામ
આ વીડિયો બોલીવુડ પાપરાઝી વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં નિમ્રત કૌર બ્લેક કલરના સૂટમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેના ચહેરા પર સ્માઈલ પણ જોવા મળી રહ્યું છે. જ્યાં અભિનેત્રીના ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે ત્યાં કેટલાક લોકો અભિષેક બચ્ચન સાથે નામ જોડાવવાથી ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીના એક વીડિયો પર યૂઝર્સે કમેન્ટ્સ કરતા અભિષેક બચ્ચન સાથે તેના સંબંધ પર સવાલ ઉઠાવ્યા છે. એક યૂઝરે પૂછ્યું કે શું ખરેખર તે અભિષેક બચ્ચનને ડેટ કરી રહી છે?


[[{"fid":"603069","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ફિલ્મના સેટ પર વધી નીકટતા?
અન્ય એક યૂઝરે લખ્યું કે શું નિમ્રત બચ્ચન બનવાના સપના જુએ છે? અત્રે જણાવવાનું કે નિમ્રત કૌર અને અભિષેક બચ્ચન પહેલીવાર ફિલ્મ દસમીમાં એક સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં નિમ્રતે અભિષેકની પત્નીની ભૂમિકા ભજવી હતી અને બંનેની જોડી દર્શકોને ખુબ પસંદ પડી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે આ ફિલ્મ દરમિયાન જ બંને વચ્ચે નીકટતા વધવા લાગી હતી. જો કે આવા સમાચાર અને અફવાઓ ફેન્સને પસંદ પડી રહ્યા નથી. જેને લઈને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરવાથી પણ પાછળ હટતા નથી.