મુંબઈ : બોલિવૂડની સૌથી ખૂબસુરત જોડીમાંથી એક કાજોલ અને અજય દેવગન ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ 6'માં જોવા મળી હતી. આ બંનેએ શો પર અનેક ખુલાસા કર્યા અને કરણ જોહર સાથેના તેમના ઝઘડા વિશે સ્પષ્ટતા કરી છે. આ શોમાં અજય અને કાજોલે બહુ મસ્તી કરી હતી તેમજ કરણ જોહરના અનેક રસપ્રદ સવાલોના જવાબ પણ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : રિલીઝ થયું રણવીર અને સારાની 'સિંબા'નું ટ્રેલર, જોવા કરો ક્લિક


કરણે શોમાં અજયને સવાલ કર્યો હતો કે કાજોલના નવી જનરેશનના ક્યાં એક્ટર સાથે ઓનસ્ક્રીન જોવાનું પસંદ કરીશ? આના  જવાબમાં અજયે કહ્યું કે શું તમે કાજોલના ઓનસ્ક્રીના દીકરાની વાત કરી રહ્યા છો ? આ સાંભળીને કાજોલ ઓનસ્ક્રીન પતિને ગાળ આપે છે પણ કરણ તેને અધવચ્ચે જ અટકાવીને કહી દે છે કે તું શોમાં આવું ન બોલી શકે. 


આ શોના એક સેગમેન્ટમાં અજય દેવગન પોતાની મેરેજ એનિવર્સરીની તારીખ ખોટી જણાવે છે જેથી કાજોલ તેના પર ગુસ્સે થઈ જાય છે. જોકે અજયની આ ભુલના કારણે કાજોલને પોઇન્ટ જીતવાની તક મળી જાય છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...