Shaitan: અભિનેતા અજય દેવગનની નવી ફિલ્મ શેતાનની રિલીઝ ડેટ જાહેર થઈ છે. શૈતાન ફિલ્મ ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે જાનકી બોડીવાલા, આર માધવન અને જ્યોતિકા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શેતાન ફિલ્મ 8 માર્ચ 2024 ના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ફિલ્મ અન્નપૂર્ણીમાં શ્રીરામ પર આપત્તિ જનક ટીપ્પણીને લઈ અભિનેત્રી નયનતારાએ માંગી માફી


સુપર નેચરલ થ્રીલર ફિલ્મ શૈતાનનું શૂટિંગ ભારતની સાથે સાથે લંડનમાં પણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક છે. ચાહકોને આશા છે કે ગુજરાતી ફિલ્મ વશ જેટલી જોરદાર હતી એટલી જ આ ફિલ્મ પણ હશે. ગુજરાતી ફિલ્મમાં જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. હિન્દી ફિલ્મ શૈતાનમાં પણ જાનકી બોડીવાલા જ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વશ ફિલ્મને ગુજરાતી પ્રસંશકોએ ખૂબ જ પસંદ કરી હતી. 


આ પણ વાંચો: વિદ્યા બાલનની નવી ફિલ્મની થઈ જાહેરાત, ફિલ્મમાં પ્રતીક ગાંધી જોવા મળશે મુખ્ય ભૂમિકામા


આ ફિલ્મમાં અજય દેવગન અલગ જ અવતારમાં જોવા મળશે. ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી અજય દેવગનના ચાહકો આ ફિલ્મને જોવા માટે ઉત્સુક છે. ડાયરેક્શન વિકાસ બહેલે કર્યું છે. શૈતાન ફિલ્મ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા માટે પણ મહત્વની ફિલ્મ હશે કારણ કે આ ફિલ્મથી તે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જોકે ફિલ્મના મુખ્ય કલાકારોના લુક રિવીલ કરવામાં આવ્યો નથી. 


આ પણ વાંચો: પાકિસ્તાનને વિશ્વાસઘાતનો જવાબ આપશે દીપિકા અને ઋત્વિક, ધાંસુ છે ફાઈટર ફિલ્મનું ટ્રેલર


વર્ષ 2023 માં કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત વશ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સુપર નેચરલ હોરર થ્રીલર સ્ટોરી લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ ફિલ્મમાં હિતેનકુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ જોવા મળ્યા હતા.