નવી દિલ્હી: બોલીવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgan) તાજેતરમાં ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે તેઓ એક વાયરલ વીડિયોના (Viral Video) કારણે ચર્ચામાં આવ્યા છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે શખ્સને માર મારવામાં આવી રહ્યો છે તે અજય દેવગન (Ajay Devgan Video) છે, પરંતુ હવે આ વીડિયોની હકીકત સામે આવી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વાયરલ વીડિયોમાં
સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ઘણો ચોંકાવનારો છે. વીડિયો અનુસાર દિલ્હીમાં અડધી રાત્રે બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ છે. આ વીડિયોમાં અજય દેવગનનું (Ajay Devgan) નામ આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં (Viral Video) દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘટનામાં અજય દેવગન છે અને તેઓ તે સમયે નશાની હાલતમાં હતા. કાર પાર્કિંગને લઇને એક્ટરનો ઝગડો થયો અને આ વાત મારા મારી સુધી પહોંચી ગઈ છે.


આ પણ વાંચો:- Gold Rate Today: સોનાના ભાવમાં 12921 રૂપિયાનો ઘટાડો, જાણો રોકાણ પર થશે નફો કે ખોટ


યૂઝરે શેર કર્યો વીડિયો
એક યૂઝરે આ સમગ્ર ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં સફેદ શર્ટ પહેલા એક શખ્સ સાથે મારા મારી થઈ રહી છે. વીડિયો પોસ્ટ કરતા આ શખ્સે લખ્યું છે- 'મને નથી ખબર કે અજય દેવગન છે કે નથી. પરંતુ, લોકોમાં ખેડૂત આંદોલનને લઇને ગુસ્સો ફેલાતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અજય દેવગન છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube